પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વિભાગના સરહદી વિસ્તાર ધરાવતા ખડીર ગઢડા પોલીસ સ્ટેશનનું આજે બોર્ડર રેન્જ આઈજી જે.આર.મોથાલીયા દ્વારા ઈન્સ્પેકશન યોજવામાં આવ્યું હતું. જેમાં ખડીર પોલીસ મથકે નોટ રિડીંગ, પોલીસ પરેડ, પોલીસ કર્મચારીઓના પ્રશ્નો અને ક્રાઇમના બનાવો વધે નહીં તે માટે સુચન કર્યું હતું.ખડીર વિસ્તારમાં આવેલા પોલીસ મથકની મુલાકાત દરમિયાન આજીએ સરહદી સુરક્ષા માટે તથા ધોરાવીરા આવતા પ્રવાસીઓની સુરક્ષા માટે ચર્ચા કરી હતી. બોર્ડર વિસ્તાર હોવાથી આંતરરાષ્ટ્રીય સરહદ સલામતી અંગે બીએસએફના આઇજી અભિષેક પાઠક, બીએસએફના ડીઆઇજી ભુપેન્દ્રસિંહ, કમાન્ડન્ટ વિધય કુમાર, સેંકડ કમાન્ડન્ટ સંજય અરોરા જી.કંપનીના કમાન્ડન્ટ અરુણ કુમાર શર્મા, પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર, ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડા, આઇજીના રિડર પીઆઈ ટી.એ.ચૌધરી, રાપર સીપીઆઇ જે.બી.બુબડીયા ખડીર પીએસઆઇ કે .ડી .રાવલ..બાલાસર પીએસઆઇ વી.એ.ઝા સહિત બીએસએફ અને પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી.
સરહદી સુરક્ષાને ધ્યાન પર રાખી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને પોલીસ બીએસએફના સંકલન સાથે બોર્ડર સુરક્ષા માટે પેટ્રોલીંગ ગોઠવવા ચર્ચા કરી હતી. બોર્ડર રેન્જ આઇજી તથા અન્ય અધિકારીઓ એ હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યાં છે એવા ધોરાવીરાની સાઈડની મુલાકાત લીધી હતી. આમ આજે બોર્ડર રેન્જ આઈજી દ્વારા ખડીર પોલીસ સ્ટેશનનું ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું.