બોમ્બે હાઈકોર્ટે પોતાના એક ચુકાદામાં કહ્યું છે કે, પત્ની જ ઘરની જવાબદારી નિભાવે, એ વિચાર આદિમ માનસિકતાવાળી છે. તેમાં સકારાત્મક પરિવર્તનની જરુર છે. આધુનિક સમાજમાં ઘરેલૂ જવાબદારીઓનો બોઝ પતિ-પત્ની બંનેને સમાન રીતે ઉઠાવવો જોઈએ. કોર્ટે પત્ની પર ક્રૂરતાનો આરોપ લગાવનારા પતિને આ સલાહ આપતા છુટછેડાની માગને નામંજૂર કરી દીધા છે. પત્નીની બર્બર વ્યવહારથી તંગ આવીને પતિએ પુણેની ફેમિલી કોર્ટમાં છુટાછેડા માટે અરજી આપી હતી. માર્ચ 2018માં ફેમિલી કોર્ટે પતિની આ માગને અસ્વીકાર કરી દીધી હતી, જે બાદ પતિએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. પતિએ પત્ની પર એવો પણ આરોપ લગાવ્યો હતો કે, તે આખો દિવસ પોતાની માતા સાથે ફોન પર વાત કરતી રહી છે અને તે તેને ઉકસાવે છે. કોર્ટે તેને પણ ફગાવી દીધું હતું.
જસ્ટિસ નિતિન સાંબરે અને જસ્ટિસ શર્મિલા દેશમુખની બેન્ચે આ અપીલ પર સુનાવણી કરી હતી. બેન્ચે કહ્યું કે, વિવાહ બાદ કોઈ મહિલાને તેના માતા-પિતા સાથે એકદમથી અલગ કરી શકાય નહીં. સંબંધ તોડવાની આશા પણ રાખી શકાય નહીં. તેને માતા-પિતા સાથે વાત કરતા રોકવા એ માનસિક ક્રૂરતા છે. પતિ-પત્ની વચ્ચે ઝઘડામાં મોટા ભાગે કડક શબ્દોનો ઉપયોગ કરવો સામાન્ય વાત છે. એટલા માટે પતિએ ક્રૂરતાના જે આરોપ લગાવ્યા છે, તે સાબિત થતા નથી. જ્યારે પીડિત પક્ષે એટલી માનસિક તથા શારીરિક પીડા થઈ કે બંને એક બીજા સાથે રહેવું મુશ્કેલ થઈ ગયું, ત્યારે કોર્ટ ક્રૂરતાના આધાર પર વિવાહ ખતમ કરી શકે છે. હાલના કિસ્સામાં એવું નથી. એટલા માટે પતિની અપીલ રદ કરવામાં આવે છે.