પૂર્વ કચ્છ પોલીસવડા મહેન્દ્ર બગડિયાની પશ્ચિમ કચ્છમાં બદલી થતાં તેમને ગાંધીધામના આંબેડકર ભવન ખાતે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં પૂર્વ કચ્છના નાયબ પોલીસ અધિક્ષક એ. વી. રાજગોર ગાંધીધામ..
મુકેશ ચૌધરી અંજાર નાયબ પોલીસ અધિક્ષક અંજાર સાગર સાંબડા ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક. પ્રોબેશન ડીવાયએસપી પી જે રેણુકા તથા તમામ પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેકટર તથા તમામ શાળાઓમાં ફરજ
બજાવતા અધિકારીઓ તથા કર્મચારીઓ એ પોલીસવડાને આગામી કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ તેમના કાર્યકાળનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં જેમાં .પૂર્વ કચ્છના પોલીસવડા મહેન્દ્ર બગડિયાની પશ્ચિમ કચ્છ
ભુજના પોલીસવડા તરીકે બદલી કરવામાં આવી છે. મહેન્દ્ર બગડિયા પૂર્વ કચ્છમાં ગત તા. ૬/ ૪ ૨૦૨૨ના નિમણૂક પામ્યા હતા. તેમના સમયગાળા દરમ્યાન અપનાનગર ૪૧ લાખની લૂંટ, મુખ્ય બજારમાં કરોડની લૂંટ, ૪૦૦
ક્વાર્ટરમાં ૧.૪૦ કરોડની લૂંટ, મંદિર ચોરી, હત્યા સહિતના બનાવો ઉકેલવામાં આવ્યા હતા વિદાય લેતા એસપી મહેન્દ્ર બગડીયા એ તમામ લોકો તથા પોલીસ અધિકારીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો અને નવા આવનાર
એસપી સાગર બાગમારે ને જે રીતે મને સાથ સહકાર આપ્યો એવી રીતે આપવા માટે અનુરોધ કર્યો હતો એમ જણાવ્યું હતું
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …