અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડીયાદ પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા.
આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા જ્યારે 11 લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાં બે લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.
અકસ્માત ની જાણ થતાં જ ૧૦૮ ની નડીયાદ , આણંદ , ઉત્તરસંડાની પાંચ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને સારવાર શરૂ કરી હતી.