મૂળ રાજસ્થાનના બાડમેરમાં રહેતા નેપાલસિંહનો પરિવાર વર્ષોથી અમદાવાદમા સ્થાયી થયો છે. જેમનો અમદાવાદમા એક્સપોર્ટનો વ્યવસાય છે. ટુર-ટ્રાવેલ્સના બિઝનેસ સમયે યુવક એક એજન્ટના સંપર્કમા આવ્યો હતો, જેણે નેપાલસિંહને વિદેશ જવાના ખ્વાબ બતાવ્યા હતા. સીજી રોડ પર ઓફિસ ધરાવતા એજન્ટે યુવકને દાવો કર્યો હતો કે, તે યુવકને સરળતાથી અમેરિકા, લંડન, કેનેડા મોકલી શકે છે.
પરંતુ નેપાલસિંહે જાપાન જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કારણ કે, તેના સંબંધી જાપાનમાં રહે છે. નેપાલસિંહે એજન્ટ સાથે વાત ડન કરી હતી. જેમાં એજન્ટે નેપાલસિંહને કહ્યુ હતું કે, તમને જાપાન મોકલી આપીશ. તમારો મહિનાનો પગાર 2 થી 3 લાખ રૂપિયા હશે. નેપાલસિંહ, તેમની પત્ની અને એક બાળક એમ કુલ ત્રણ લોકોને જાપાન મોકલવા માટે છેલ્લે 25 લાખ રૂપિયામાં ડીલ ફાઇનલ થઈ ગઈ. રાજેન્દ્રસિંહે કહ્યું કે, 15 લાખ રૂપિયા તમારે ભારત છોડતા પહેલાં આપવાના રહેશે. જ્યારે બાકીને 10 લાખ રૂપિયા જાપાન પહોંચ્યા પછી આપવાના થશે. નેપાલસિંહે કહ્યું, ‘અમે રાજેન્દ્રસિંહને 15 લાખ રૂપિયા આપ્યા હતા. અને મારા મિત્ર જે પણ અમારી સાથે આવવાના હતા તેમણે 7 લાખ રૂપિયા આપ્યા હતા.
એજન્ટે કહ્યું કે, તમારે જાપાન નહિ પણ ઈન્ડોનેશિયા જવુ પડશે. ત્યાંથી તમને જાપાન મળવા મળશે. દોઢેક મહિના પહેલાં નેપાલસિંહ, તેમની પત્ની, બાળક તેમજ એક મિત્ર એમ કુલ ચાર લોકો અમદાવાદથી દિલ્હી પહોંચ્યા. ત્યાથી તેઓ થાઈલેન્ડ પહોંચ્યા. જ્યાં તેમને નવો એજન્ટ મળ્યો હતો. જ્યાં યુવક સાથે દાવ થઈ ગયો.
થાઈલેન્ડના એજન્ટે તેમને કહ્યું કે, તમારી પાસે ડોલર અને થાઈ કરન્સી છે, તે તમારે હવે કામ નહીં આવે. કારણ કે હવે તમે ઇન્ડોનેશિયા જવાનો છો. એટલા આ કરન્સી મને આપી દો. આમ, યુવક અને તેના પરિવાર પાસેથી કરન્સી લઈને પહેલો એજન્ટ ભારત આવી ગયો હતો. અને બીજો એજન્ટ પરિવારને ઈન્ડોનેશિયા લઈ ગયો.
ઈન્ડોનેશિયામા જંગલ વિસ્તારમાં રહેવાની યુવકના પરિવારજનોને ફરજ પાડવામાં આવી. એક મહિનો ત્યા રાખવામાં આવ્યા. એજન્ટ અમને જાપાન લઈ જવા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. ત્યા રહીને અમને ખબર પડી ગઈ કે, આ એક ષડયંત્ર છે. હવે અમને જાપાન લઈ જવામાં નહિ આવે. અમને અહી જ રાખવાના છે. અમારી પાસેથી વધુ રૂપિયાની ડિમાન્ડ કરાવવામા આવી.
આમ, ત્યાંથી ભાગીને તેઓ નીકળી ગયા હતા અને એમ્બેસીમાં પહોંચ્યા હતા. આમ, હજી પણ યુવક અને તેનો પરિવાર ઈન્ડોનેશિયા છે. આ બાબતે નેપાલસિંહના ભાઈએ અમદાવાદ પોલીસમાં અરજી આપી છે.