હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ પણ ગુજરાતના માથે સંકટ તોળાઇ રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર હજુ રાજ્યમાં ભારે પવન ફૂંકાશે અને અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગ દ્વારા આજે પણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ડાંગ, તાપી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, કચ્છ, જૂનાગઢ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દમણ, દાદરા નગર દીવમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તારીખ 19 અને 20 દરમિયાન નવસારી, વલસાડ, દમણ, દાહોદ, પંચમહાલ, મહીસાગર, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે