ખેડૂતોને સહકારી ગ્રામ આવાસ યોજના અંતર્ગત ઘર બનાવવા માટે 50 લાખ સુધીની લોન

રાજસ્થાન સરકારે ખેડૂતોને ઘર બનાવવા માટે લોન આપવાની જાહેરાત કરી છે. હકીકતમાં જોઈએ તો, રાજસ્થાનમાં ખેડૂતોને સહકારી ગ્રામ આવાસ યોજના અંતર્ગત ઘર બનાવવા માટે 50 લાખ સુધીની લોન આપવામં આવે છે. એટલું જ નહીં સમયસર લોન ચુકવી દેતા ખેડૂતોને વ્યાજમાં પણ 5 ટકા સબ્સિડી મળશે.

સરકારની આ યોજના વિશે જાણકારી આપતા મુખ્ય સચિવ શ્રેયા ગુહાએ કહ્યું કે, ખેડૂતોને પોતાના ખેતરમાં ઘર બનાવવા માટે કેન્દ્રીય સહકારી બેન્કોમાં ત્રણ હપ્તામાં 50 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. આ યોજના અંતર્ગત લોન લેવા પર ખેડૂતોએ 6 ટકા વ્યાજ આપવું પડશે.

સરકારે આ શિબિરોમાં અરજી પ્રાપ્ત કર્યા બાદ ફટાફટ ખેડૂતોને લોન આપવાના નિર્દેશ જાહેર કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજ્ય સરકાર દ્વારા રાજસ્થાન ગ્રામિણ પરિવાર આજીવિકા લોન યોજના અંતર્ગત લગભગ 1500 કરોડ રૂપિયાની લોન વિતરણ કરવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં લગભગ 234,000 અરજી મળી ચુકી છે.

About chanchal bhuj bhuj

Check Also

રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત

રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?