બિપરજોય વાવાઝોડું
ભારે વરસાદ અને ચક્રવાતથી નુકશાન થતું અટકાવવા માટે અગમચેતીના પગલા રૂપે
એસ.ટી.બસોનું આંતરીક પરિવહન બંધ કરવા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું જારી કરાયું
0 0 0 0
કચ્છ જિલ્લાના ચાર તાલુકા લખપત, નખત્રાણા, માંડવી
તથા અબડાસા તાલુકામાં એસ.ટી.બસો બંધ રહેશે
ભુજ, બુધવારઃ
હાલમાં અરબ સાગરમાં ચક્રવાતી “Biparjoy” વાવાઝોડું ઉદભવેલ છે. જે આગામી સમય દરમિયાન ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શકયતા છે. જેના લીધે કચ્છ જિલ્લાના દરિયા કાંઠા વિસ્તાર સાથે કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ખૂબ ઝડપી અને ભારે વરસાદ સાથે પવન ફુંકાવાની તથા ઉંચા દરિયાઈ મોજાઓ ઉછળવાની પ્રબળ શકયતા હોઈ આ સમય દરમ્યાન કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદ અને ચક્રવાતથી જાનમાલને નુકશાન થતું અટકાવવા માટે અગમચેતીના પગલા રૂપે ભારત સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૫ની કલમ-૩૪ અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ તા.૧૫/૦૬/૨૦૨૩ સવારના ૦૬.૦૦ કલાક થી તા. ૧૬/૦૬/૨૦૨૩ બપોરના ૧૨.૦૦ કલાક સુધી કચ્છ જીલ્લાના લખપત, નખત્રાણા, માંડવી તથા અબડાસા તાલુકામાં રાહત બચાવ અર્થે સ્થળાંતર (Evacuation)ની કામગીરી સાથે સંકળાયેલ એસટી બસો સિવાયની તમામ એસટી બસોનું આંતરીક પરિવહન બંધ કરવા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અમિત અરોરા દ્વારા જણાવાયું છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …