વાવાઝોડું હવે અતિપ્રચંડ સ્વરૂપ ધારણ કરીને ગુજરાત તરફ આવી રહ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાથી હવે માત્ર 360 કિલોમીટર દૂર બિપોરજોય વાવાઝોડું છે. જેને પગલે દરિયા કાંઠાના તમામ જિલ્લાઓમાં એલર્ટ આપી દેવાયું છે.
તારીખ 14 અને 15 જૂને સમુદ્ર કાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બંને દિવસોમાં કચ્છ, જામનગર અને દ્વારકામાં 125 થી 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે.
15 જુન બપોર બાદ કચ્છ અને પાકિસ્તાન વચ્ચેના દરિયાકાંઠે બિપોરજોય સીધું ટકરાશે. માંડવી અને કરાંચીની વચ્ચે વાવાઝોડું હિટ થશે. વાવાઝોડાના લેન્ડફોલ વખતે પવનની ગતિ 125 થી 135 કિલોમીટર રહેશે, જે 150 કિમી પ્રતિકલાક સુધી વધી શકે છે.
દ્વારકા અને જુનાગઢમાં લોકોના ઘરમાં દરિયાના પાણી ઘૂસ્યા