દિલ્હી પોલીસે રવિવારે મોડી સાંજે જંતર-મંતર પર બનેલી ઘટનાને લઇને એફઆઇઆર નોંધી છે. મળતી માહિતી અનુસાર, દિલ્હી પોલીસે કુસ્તીબાજ સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા તેમજ વિરોધ પ્રદર્શનના આયોજકો અને અન્ય લોકો સામે કેસ નોંધ્યો છે.
આ તમામ સામે IPC કલમ- 147, 149, 186, 188, 332, 353, PDPP એક્ટની કલમ 3 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. નોંધનીય છે કે રવિવારે સંસદ ભવનનાં ઉદ્ઘાટન દરમિયાન કુસ્તીબાજોએ મહિલા મહાપંચાયતની જાહેરાત કરી હતી. રવિવારે જ્યારે કુસ્તીબાજો પદયાત્રા કરી રહ્યા હતા ત્યારે પોલીસે કડક કાર્યવાહી કરી હતી, તેમજ વિરોધના સ્થળેથી કુસ્તીબાજોના ટેન્ટ વગેરે હટાવી દીધા હતા.