હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરના પગલે આગામી ૨૬થી ૩૦ મી એપ્રિલ સુધી ૫ દિવસ કચ્છ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી હોઈ ખેડૂતોને પાક બગડે નહીં તે માટે તકેદારી રાખવા અનુરોધ છે. શાકભાજી તેમજ બાગાયતી પાકોને ઉતારી લેવા તેમજ તૈયાર ખેતપેદાશો તથા ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો જોઈએ. પાકને પ્લાસ્ટિક કે તાડપત્રી યોગ્ય રીતે ઢાંકવા, પાકના ઢગલાની ફરત માટીનો પાળો બનાવી વરસાદનું પાણી નીચે જતા અટકાવવું. તેમજ જંતુનાશક દવા કે ખાતરનો ઉપયોગ ટાળવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …