ધ બર્નિંગ ક્રેઈન’, કંડલા પોર્ટ પર ક્રેઈન મશીન ભડભડ સળગ્યું

by JAYENDRA UPADHYAY
0 comments

કચ્છ: કંડલા પોર્ટમા લોડિંગની કામગીરી દરમિયાન ક્રેનમા આગ ભભૂકી ઉઠી હતી. કંડલા પોર્ટ પર જેટીમા ઉભેલી ક્રેનમા આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી.અચાનક આગ લાગતા થોડો સમય દોડધામ પણ મચી હત.જોકે કંડલા પોર્ટના ફાયર બ્રિગેડે આગને કાબુમાં લીધી છે અને સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.કંડલા સ્થિત દીનદયાળ પોર્ટ ખાતે આજે સવારે એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા હતા, જેમાં પોર્ટની જેટી નંબર 8 પર એવી જોશી નામની ખાનગી કંપનીના ક્રેન મશીનમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી.કંડલા પોર્ટની સ્થાનિક ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. કંડલા દીનદયાળ પોર્ટ ઓથોરિટીના પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાનીએ જણાવ્યું હતું કે, પોર્ટના જેટી નંબર 8 પાસે ખાનગી ક્રેઈન અને ખાનગી કંપનીના કાર્ગો લોડિંગની કાર્યવાહી દરમિયાન આ આગ લાગી હતી.આગને ટૂંક સમયમાં જ કાબૂમાં લેવામાં આવી હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી.

You may also like

Leave a Comment