બનાસકાંઠા: પાલનપુરમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ ઉધોગપતિ જેલ ભેગો

by mahi
0 comments

બનાસકાંઠા જિલ્લામાં વાલીઓ અને સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સગીરાને શાળામાંથી વાલી તરીકેની ઓળખ આપી લઈ ગયા બાદ તેના સાથે દુષ્કર્મની આચરવાની ચકચારી ઘટના બની હતી.બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની આ ચકચારી ઘટના છે, જેમાં સગીરા ઉપર નજર બગાડી આરોપી શાળામાં તેને લેવા માટે પહોંચ્યો હતો. જ્યાં વાલી તરીકેની ઓળખ આપી હતી અને તેને પોતાની કારમાં બેસાડીને ચંડીસર ખાતે આવેલા ઔદ્યોગિક એકમ ખાતે લઈ ગયો હતો, જ્યાં તેની મરજી વિરુદ્ધ તેના ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું.આરોપીએ સગીરાના ભોળપણનો લાભ લઈને તેની સાથે દુષ્કર્મ આચરવાની જાણ માતાપિતાને થતા તેઓએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પાલનપુર પશ્ચિમ પોલીસે પાલનપુરમાં રહેતા અને ચંડીસરમાં ઔધોગિક એકમ ચલાવતા હસમુખ પટેલ સામે દુષ્કર્મની ફરિયાદ નોધીને તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આખરે હસમુખ પટેલને રાજસ્થાનથી ઝડપી લીધો હતો, જે બાદ તેને ગઈકાલે ન્યાયાધીશ સમક્ષ રજુ કરાયો હતો. પશ્ચિમ પોલીસે તપાસ માટે સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી ત્યારે પાલનપુર કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ઉદ્યોગપતિ હસમુખ પટેલએ શાળામાં વાલી તરીકે ઓળખ આપી સગીરાને પોતાની કારમાં બેસાડી હતી. જે બાદ ચંડીસર GIDC સ્થિત પોતાના ઔદ્યોગિક એકમ પર લઈ ગયો હતો, જ્યાં તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે. માત્ર એક વખત નહીં પરંતુ લલચાવી, ફોસલાવી અને અનેકવાર સગીરાનું શોષણ કરાયું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે શાળામાંથી વાલી તરીકે આવેલા વ્યક્તિને વાસ્તવિક વાલીની જાણ કર્યા વિના વિદ્યાર્થીને સોંપવામાં આવી હતી. આ ઘટના શાળાના સંચાલકોની ગંભીર બેદરકારી તરફ પણ ઈશારો કરે છે.તપાસમાં સામે આવ્યું છે કે, ઘટના બાદ આરોપી હસમુખ પટેલ રાજસ્થાન ફરાર થયો હતો. જેને પોલીસે ઝડપી લેવા કાર્યવાહી કરી તપાસ આરંભી હતી ત્યારે આરોપીને રાજસ્થાનથી ઝડપી લીધો હતો. આરોપી સગીરાના ભોળપણનો લાભ લઈને તેની પર અવારનવાર શોષણ કરી દુષ્કર્મ આચર્યું હોવાનું હાલ તો પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસ હજુ પણ ટેકનિકલ સર્વિસના આધારે વિવિધ પુરાવાઓ એકત્ર કરી રહી છે. પાલનપુર કોર્ટ દ્વારા ચાર દિવસના રિમાન્ડ આપવામાં આવતા પોલીસ કડક પૂછપરછ કરી સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.બનાસકાંઠાના પાલનપુરમાં બનેલી આ ઘટના સમાજને વાલી માટે લાલબત્તી સમાન કિસ્સો છે. કારણ કે સગીરા પર નજર બગાડી હસમુખ પટેલ તેને શાળામાં લેવા માટે પહોંચ્યો હતો જ્યાં વાલી તરીકેની ઓળખ આપી હતી ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે વાસ્તવિક વાલીને જાણ કર્યા વિના સગીરાને હસમુખ પટેલ સાથે મોકલવી તે પણ શાળાની બેદરકારી કહી શકાય. શાળામાં જતી દીકરીઓની સુરક્ષાઓ સામે પણ હાલ તો અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોલીસે પણ વાલીઓને શાળામાં જતી દીકરીઓની સુરક્ષા માટે ધ્યાન રાખવા માટે ખાસ અપીલ કરી છે.Dysp ડો. જીગ્નેશ ગામીતે મીડિયા સમક્ષ માહિતી આપતા કહ્યું કે, સગીરા સાથે પાલનપુરના અને ચંડીસરમાં ઔધોગિક એકમ ચલાવતા ઉદ્યોગપતિ દ્વારા દુષ્કર્મ આચરાયુ હોવાની ઘટના સામે આવી છે. જેમાં સગીરાને શાળામાંથી લઈ ગયા બાદ તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીને રાજસ્થાનથી ઝડપી લેવાયો છે. સમગ્ર મામલે હવે વધુ તપાસ ચાલી રહી છે. અમે વાલીઓને અપીલ કરીએ છીએ કે દીકરીઓ સાથે છેડછાડ કે કોઈ એવી ગંભીર ઘટનાઓ બનતી હોય તો તેઓ પોલીસનું ધ્યાન દોરી શકે છે. આવા સંવેદનશીલ મામલામાં પોલીસે કડક કાર્યવાહી કરશે.

You may also like

Leave a Comment