શહેરના નટુભાઈ સર્કલ પાસે આવેલા સિને મોલમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે. આગની આ ઘટનામાં અત્યાર સુધીમાં મળતી માહિતી મુજબ 3થી વધુ કાર બળીને ખાખ થઈ ગઈ છે. ઘટનાની જાણ થતા જ ફાયરની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે અને પાણીનો મારો શરૂ કર્યો હતો. હજુ સુધી આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી.વડોદરામાં નટુભાઈ સર્કલ પાસે આવેલા સિને મોલમાં આગનો કોલ મળતા જ ફાયરની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. 6 જેટલા ફાયર ફાઈટર વાહનો દ્વારા ઘટના સ્થળો પાણીનો મારો કરવામાં આવ્યો હતો. ઘટનાને જોતે જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટિલ પણ સ્થળ પર પહોંચ્યા હતા. પ્રાથમિક અહેવાલ મુજબ કારમાં બ્લાસ્ટ થયા બાદ તેની જ્વાળાઓ એસીના આઉટડોર સુધી પહોંચી હતી અને બિલ્ડિંગમાં આગ પ્રસરી ગઈ હતી. આગની ઘટનાની બાજુમાં જ પેટ્રોલ પંપ આવેલો છે અને ત્યાં પેટ્રોલ ભરેલું ટેન્કર પણ હતું, જોકે તેને હટાવી લેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી.ઘટના અંગે વડોદરા શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટિલે જણાવ્યું હતું કે, નટુભાઈ સર્કલ પાસે જે સિને મોલ આવ્યો છે ત્યાં આગની ઘટના બની છે. પોલીસને મેજર ફાયરનો કોલ આવ્યો જેમાં આ મોલના અલગ-અલગ માળમાં આગ લાગવાની હકીકત પોલીસને મળી. જેમાં પ્રાઈમરી હકીકત મુજબ અહીં એક કાર હતી, મોલની બહારના ભાગમાં, એમાં પહેલા બ્લાસ્ટ થયો અને તેની આગની જ્વાળા ઉપર સુધી ગઈ અને ACના બહારના યુનિટમાં આગ લાગ્યા બાદ મોલના બહારના વિસ્તારમાં આગ લાગી છે. તમે જોઈ શકો છો કો એડ્જોઈનિંગ કમ્પાઉન્ડ બંનેનું એક જ છે, ત્યાં પહેલાથી એક પેટ્રોલનું ટેન્કર ઊભું હતું, સમય સૂચકતાથી એ ટેન્કર હટાવી લેવામાં આવ્યું, ફાયરની ટીમ દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે. હજુ સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી. પોલીસ અને ફાયરની ટીમ દ્વારા અંદર ચેકિંગ શરૂ છે, અંદર કોઈ વ્યક્તિ નથી એવી પ્રાથમિક જાણકારી છે. પરંતુ અમે તમામ માળ પર જઈને ચેક કરાવી રહ્યા છીએ. આગ હવે કાબુમાં આવવાની સ્થિતિમાં છે. સિને મોલ પાસે ફાયર સેફટી લાયસન્સ અંગે તપાસ કરીશું.
114

