ડાયમંડ સિટી સુરતમાં ઉત્તરાયણનો પર્વ સુરક્ષિત અને શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે સુરત શહેર પોલીસ દ્વારા એક મજબૂત ‘માસ્ટર પ્લાન’ તૈયાર કરવામાં આવ્યો છે. પતંગબાજીના ઉત્સાહમાં કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.વાહનચાલકોની સુરક્ષા માટે સુરત પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે. વિવિધ NGO સાથે મળીને 1,15,520 સેફ્ટી બેલ્ટ અને 18,190 સેફ્ટી ગાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરાયું છે. જે ટુ-વ્હીલર પર સેફ્ટી ગાર્ડ નથી, તેમના માટે ફ્લાય ઓવર બ્રિજ પર પ્રવેશ પ્રતિબંધિત રહેશે.પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલ વેચનારાઓ વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. અત્યાર સુધીમાં દરોડા પાડીને કુલ 44 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે પક્ષીઓ અને માનવીઓ માટે જોખમી એવી દોરીનો ઉપયોગ કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી થશે.
131

