સી.આઇ.ડી. ક્રાઇમ, ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 11201001250001/2025 હેઠળ ઈપીસી કલમ 409, 420, 465, 467, 468, 471, 120-બી અને 114 મુજબનો ગુનો નોંધાયો છે.આરોપ મુજબ, આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ખોટા વેલ્યુએશન રિપોર્ટ અને ખોટા બાંધકામ સર્ટિફિકેટ બનાવી તેને સાચા તરીકે રજુ કર્યા હતા. ત્યારબાદ 2016થી 2023 દરમિયાન મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડમાંથી ડેવલપમેન્ટ અને બિઝનેસ લોન મેળવી ભરપાઈ કર્યા વગર પોતાના અંગત ઉપયોગમાં લઈ બેંક સાથે કુલ રૂ. 64,04,49,553/- ની છેતરપીંડી તથા વિશ્વાસઘાત કર્યો હતો.
ગુનાના બનાવ સમયે બેંકના CEO તરીકે ફરજ બજાવતા વિનોદકુમાર મણીભાઇ પટેલ (રહે. જીવન જ્યોત સોસાયટી, મહેસાણા) મુખ્ય આરોપી બીજલ જયેશભાઇ મહેતા અને તેની પત્ની અમન બીજલ મહેતા સાથેના મેળાપીપણામાં સામેલ હતા. તેમની ભાગીદારી પેઢીઓ બાગેશ્રી ઇન્ફ્રા તથા ઓમ ઇન્ફ્રાના જુદા જુદા લોન એકાઉન્ટ એન.પી.એ. થયા હોવા છતાં, વિનોદકુમાર પટેલે પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને RBIની ગાઇડલાઇન તથા બેંકના નિયમોનો ભંગ કરી, પાંચ કરોડથી પણ મોટી લોન મંજુર કરી હતી.
પૂર્વમાં અટક કરાયેલા શાખા મેનેજર પી.ટી. પટેલના નિવેદનમાં પણ આ મેળાપીપણું ઉજાગર થયું હતું.સી.આઇ.ડી. ક્રાઇમની ટીમે આરોપી વિનોદકુમાર મણીભાઇ પટેલને આજે તા. 26/09/2025ના રોજ સવારે 8 વાગ્યે અટક કરી, આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
203
previous post

