બોડેલી ખોડિયાર માતાના મંદિરેમાં બાલિકાઓ યોજાતા નવરાત્રી મહોત્સવમાં બોડેલીની શિવરંજની સ્કૂલની બાળકીઓએ ભરતનાટ્યમ નૃત્યએ આકર્ષણ જમાવ્યું હતું. શહેરોમાં નવરાત્રીના ગરબા યોજાઈ રહ્યા છે, તો ગ્રામીણ વિસ્તારમાં પણ નવરાત્રીના ગરબા યોજાઈ રહ્યા છે.બોડેલી ખોડિયાર માતાના મંદિરે નવરાત્રીના આયોજકોએ શિવરંજની સ્કૂલની બાલિકાઓને ભરતનાટ્યમના નૃત્યની ટીમને આમંત્રણ આપવામાં આવતા, શાળાની બાળકીઓ એ સુંદર ભરત નાટ્યમનું નૃત્ય રજુ કર્યું હતું.છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ખોડિયાર માતાના મંદિરે યોજાતા નવરાત્રી મહોત્સવમાં શિવરંજની સ્કૂલ કોરિયોગ્રાફર કિંજલ પુરોહિતે જે બાળકીઓ શાળાની બાળકીઓને ભરતનાટ્યમ નૃત્યની પ્રેક્ટિસ કરાવાઈ છે. તે બાળકીઓ એ ગરબા મહોત્સવ દરમિયાન ભરતનાટ્યમ નૃત્યની સુંદર પ્રસ્તુતિ કરી હતી. જે નૃત્યને જોવા મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો પણ દંગ રહી ગયા હતા. અને નવરાત્રીના પાવન પર્વ નિમિતે બાલિકોએ ભરતનાટ્યમ દ્વારા માતાજીને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો.ભરતનાટ્યમ વિશે શિવરંજની સ્કૂલ કોરિયોગ્રાફર કિંજલ પુરોહિતે ETV ભારત સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “આમારી શાળામાં આભ્યાસ કરતી બાળકીઓને ભરતનાટ્યમના નૃત્યની તાલીમ આપીએ છીએ, જેમાં 10 જેટલી વિદ્યાર્થીનીઓ સંપૂર્ણપણે ભરતનાટ્યમનું નૃત્યમાં સારી રીતે અભિનય કરી રહી છે, અમને ખોડિયાર માતાના નવરાત્રીના આયોજકો દ્વારા ગરબાના સમયે ભારત નાટ્યમનું નૃત્ય કરવા આમંત્રિત કરવામાં આવ્યા અને અમારી નૃત્યની ટીમ દ્વારા સરસ રીતે ભરતનાટ્યમનું નૃત્ય કરીને માતાજીને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગરબાના આયોજકોનો પણ ખુબ સારો આવકાર મળ્યો છે, અને અમારી ટીમ દ્વારા નૃત્ય રજૂ કરવા આવ્યું. જે લોકોને પણ ખુબ ગમ્યું અને અમારી ટીમને ખુબ સારો આવકાર મળ્યો છે.”
144

