બળવંતસિંહે વિધાનસભામાં જન વિશ્વાસ બિલ રજૂ કર્યું
નાના ગુનાઓમાં સજાને બદલે હવે દંડ ફટકારાશે – 11 વિભાગના 500 પ્રકારના ગુનાઓ આવરી લેવાયા
ગાંધીનગર: રાજ્ય વિધાનસભામાં ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે ગુજરાત જન વિશ્વાસ બિલ રજૂ કર્યું છે. આ બિલ અંતર્ગત નાના ગુનાઓ માટે કાયદેસરની સજાની જગ્યાએ હવે દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે.
માહિતી મુજબ, બિલ હેઠળ કુલ 11 વિભાગો અને 500 પ્રકારના નાના ગુનાઓ સામેલ કરવામાં આવ્યા છે. હવે આવા ગુનાઓ માટે કોર્ટમાં લાંબી કાયદાકીય પ્રક્રિયા કરતાં સીધો દંડ ફટકારાશે.
મુખ્ય જોગવાઈઓ
પરવાનગી વગર બાંધકામ કરવું
નગરપાલિકાનો વેરો ન ભરવો
સરકારી જમીન પર દબાણ કરવું
પરવાનગી વગર રસ્તા પર ખાડા ખોદવા
વિવિધ નગર અને ગ્રામ વિકાસ સંબંધિત ઉલ્લંઘનો
આ તમામ માટે હવે પ્રતિદિન લેખે દંડની ગણતરી કરવામાં આવશે.
રાજ્ય સરકારના મતે, આ બિલથી સામાન્ય નાગરિકને કોર્ટકચેરીના ચક્કરોથી રાહત મળશે અને શાસન વ્યવસ્થા વધુ પારદર્શક બનશે.

