મુંદ્રા ખેડોઇ હાઇવે પર એકટીવા પર કન્ટેનર પડતાં ત્રણ યુવકનાં મોત

by sunil
0 comments

અંજાર ધોરીમાર્ગ પરના ખેડોઈ નજીક આજે બપોરે દિલ દહલાવી દે તેવી દુર્ઘટના બની હતી. પૂરપાટ ઝડપે દોડતું ટ્રેલર અચાનક બેકાબૂ બનતાં તેના પર રહેલું કન્ટેનર ફંગોળાઈને બાજુમાંથી પસાર થતી એક્ટિવા ઉપર પડ્યું
હતું. એક્ટિવા પર સવાર ત્રણ યુવક કન્ટેનર નીચે કચડાઈ જતા ઘટનાસ્થળે જ તેમનાં મોત નીપજ્યાં હતા.

અકસ્માત એટલો ભયાનક હતો કે એક યુવકનું શરીર બે ભાગ થઈ ગયું હતું અને એક્ટિવાના ફુરચેફુરચા બોલી ગયા હતા.
આસપાસના લોકો દોડી આવ્યા અને તરત જ પોલીસે જાણ કરી. અંજાર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કન્ટેનરને દૂર કરવા માટે ક્રેન બોલાવી કામગીરી હાથ ધરાઈ હતી. કલાકો બાદ મૃતદેહોને બહાર કાઢી અંજારની
સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક માહિતી અનુસાર મૃત્યુ પામેલા ત્રણેય યુવાન મિત્રો હતા. જેમાં નૈતિક અને અભિષેક નામના બે યુવાનોની ઓળખ થઈ ચૂકી છે, જ્યારે ત્રીજા યુવકની ઓળખ પ્રક્રિયા ચાલુ છે.
અકસ્માતની ખબર સાંભળતાં જ મૃતક પરિવારજનોમાં હાહાકાર મચી ગયો હતો.

અકસ્માત અંગે પોલીસે ટ્રેલરના ડ્રાઈવર સામે બેદરકારીપૂર્વક વાહન હંકારવાનો ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાને
પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

You may also like

Leave a Comment