ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ,તાલાળા,કોડીનાર,સુત્રાપાડા, ઉના,ગીર ગઢડા સહિતના તાલુકામાં ગઈ કાલ સવારથી આજ વહેલી સવાર સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ સુત્રાપાડા તાલુકામાં છેલ્લા કલાકમાં 6 ઇંચ વરસાદ વરસ્યો હતો. જોકે, 24 કલાક દરમિયાન સુત્રાપાડામાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા સુત્રાપાડા સહિત આસપાસના ગામોમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. ઘણા મકાનોમાં પાણી ઘુસી ગયા છે જેના પરીણામે લોકોની ઘર વખરીને નુકશાન પણ થયું છે અને જનજીવન અસ્ત-વ્યસ્ત બની ગયું છે.હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને ગીર સોમનાથ જિલ્લામાં પણ ગઈ કાલથી ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો. જિલ્લામાં સૌથી વધુ વરસાદ સુત્રાપાડા તાલુકામાં નોંધાયો છે.સુત્રાપાડા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. અનેક લોકોના ઘરમાં પાણી ઘુસતા લોકોને હાલાકી પડી રહી છે, અનેક જગ્યાએ ઠેર ઠેર પાણી ભરાવાને કારણે જનજીવન ખોરવાયું છે.ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા એક માસથી વધુ સમયથી વરસાદ વરસવાનું નામ લેતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા હતા, જ્યારે રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, તાલાળા, કોડીનાર, સુત્રાપાડા, ઉના અને ગીર ગઢડામાં ગઈકાલથી જ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. બીજી તરફ જરૂરિયાતના સમયે મેઘરાજાની પધરામણી થતા ખેતી પાકને જીવન દાન મળ્યું છે,તેથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે.સુત્રાપાડા તાલુકામાં 24 કલાકમાં 11.5 ઇંચ જેટલો વરસાદ વરસતા ગામડાઓના ખેતરોમાં અને રહેણાંક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, અને અનેક વિસ્તારોમાં ઘરમાં પાણી ઘુસ્યા હતા સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા, લોઢવા, સિંગસર,સહિતના ગામોની નદીઓમાં પુર આવ્યું છે.
104
previous post

