પાલનપુર-આબુરોડ હાઇવે પર આવેલ ખેમાણા ટોલ પ્લાઝા પર ખેડૂતો દ્વારા ટોલ ફ્રીની માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ખેડૂતો આંદોલનમાં જોડાયા હતા અને બે કિલોમીટર લાંબી રેલી યોજી હતી. ત્યારબાદ ખેડૂતોએ ટોલ પ્લાઝા પર સભા યોજી કહ્યું કે, આજે તો શાંત દેખાવ છે પરંતુ જો માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે.પાલનપુર-આબુરોડ હાઇવે પર આવેલા ખેમાણા ટોલ પ્લાઝા નજીક ખેડૂતોનો આક્રામક મૂડ જોવા મળ્યો. ટોલ ફ્રી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા. પોલીસ બંદોબસ્ત વચ્ચે ખેડૂતોની બે કિલોમીટર સુધી રેલી યોજાઈ હતી. ખેડૂતોએ ખેમાણા ટોલ પ્લાઝા નજીક સભા યોજીને પોતાની માંગ ઉઠાવી હતી.ખેડૂતોની મુખ્ય માંગ છે કે ટોલ પ્લાઝાની આજુબાજુના 20 કિલોમીટરના વિસ્તારમાં આવતા વાહનચાલકોને ટોલ ફ્રી કરવામાં આવે. હજારથી વધુ ખેડૂતોએ રેલી યોજી અને પોતાની માગણી કરી હતી. ટોલ પ્લાઝા ખાતે એક સભા પણ કરી અને કહ્યું હતું કે, ખેડૂતોએ આજે તો શાંત રેલી કરી છે. પરંતુ જો ખેડૂતોની માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં આક્રમક આંદોલન પણ કરીશું.સ્થાનિક લોકોએ કહ્યું કે, જે ખેડૂતોએ હાઇવે ઓથોરિટી અને હાઇવે બનાવવા માટે જમીન આપી તે જ ખેડૂતોને હવે અહિયાંથી પસાર થવા માટે પૈસા ચૂકવવા પડે છે, તે કેટલું યોગ્ય કહી શકાય. આસપાસના ગામના લોકો રાત-દિવસ અહીંથી પસાર થાય છે, તેમને ટોલની રકમ પોસાય તેમ નથી.છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતો ટોલ ફ્રી ની માંગ કરી રહ્યા છે. અગાઉ પણ 30 ગામના સ્થાનિક ખેડૂત આગેવાનોએ ટોલ ફ્રી મુદ્દે રજૂઆત કરી હતી. હવે ફરી રેલી કાઢી અને ટોલ ફ્રી મુદ્દે રજૂઆત કરી છે. ટોલ પ્લાઝા ઓથોરિટીનું કહેવું છે કે, આ ખેડૂતોની માંગણી નેશનલ હાઇવે ઓથોરિટી સુધી પહોંચાડી છે. હવે નેશનલ હાઇવે ઓથોરિટી જે નિર્ણય લેશે તે માન્ય રહેશે.ખેડૂતો આગામી દિવસોમાં લડત વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોએ જણાવ્યું કે, જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં ખેમાણા ટોલ પ્લાઝા ખાતે પશુઓ સાથે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આગામી દિવસોમાં ખેડૂતોનું આંદોલન ઉગ્ર બને તેવી સંભાવના છે. અથવા સરકાર ખેડૂતોની માંગણી સ્વીકારી અને 20 કિલોમીટરના અંતરમાં ટોલ ફ્રી કરે છે.
25
previous post

