રાજ્યમાં ભારે વરસાદની આગાહી બાદ હવે રેડ એલર્ટ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ચોમાસાની ઋતુમાં ભારે વરસાદની સ્થિતિને પગલે ભારતીય હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. ભારતીય હવામાનની આગાહી અનુસાર, આજે 19 ઓગસ્ટના રોજ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જાણવા જેવી બાબત એ છે કે, રેડ એલર્ટ માત્ર ચાર જિલ્લામાં આપવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. પરિણામે આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થશે.આ ઉપરાંત, આગામી દિવસે એટલે કે 20 ઓગસ્ટના રોજ પણ રેડ એલર્ટની સ્થિતિ યથાવત રહેશે. જેમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. અહીં ભારેથી અતિભારે વરસાદ થવાના કારણે ભારતીય હવામાન વિભાગ દ્વારા સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત IMD એ અમુક સલામતીના પગલાં પણ સૂચવ્યા છે.
29

