IIT ગાંધીનગરના પ્રોફેસરો સરકારી શાળાના બાળકોને ભણાવશે સાયન્સ ટેકનોલોજીના પાઠ

by mahi
0 comments
IIT ગાંધીનગરના અધ્યાપકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરકારી શાળાના વિદ્યાર્થીઓને સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સના પાઠ ભણાવશે. પ્રોફેસરો અઠવાડિયામાં ત્રણ દિવસ કોર્પોરેશનની શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ ટેકનોલોજી તેમજ ગણિત વિજ્ઞાનના પ્રયોગો કરાવશે. જે અંતર્ગત IIT ગાંધીનગર દ્વારા 60 શાળાઓના 25 હજાર વિદ્યાર્થીઓને IIT ગાંધીનગરની મુલાકાત કરાવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડ બોર્ડની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી કરશે. આ ઉજવણીને ત્રણ તબક્કામાં કરવામાં આવશે. આ ઉજવણી અને સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતા, વાઇસ ચેરમેન વિપુલ સેવક અને શાસનાધિકારી લબ્ધિર દેસાઈએ જણાવ્યું કે, ઉજવણી અંતર્ગત IIT ગાંધીનગરના પ્રોફેસરો અઠવાડિયામાં ત્રણ દિવસ કોર્પોરેશનની શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ ટેકનોલોજી તેમજ ગણિત વિજ્ઞાનના પ્રયોગો કરાવશે. જે અંતર્ગત IIT ગાંધીનગર દ્વારા 60 શાળાઓના 25 હજાર વિદ્યાર્થીઓને IIT ગાંધીનગરની મુલાકાત કરાવશે. અન્ય જે ઉજવણી થવાની છે તેમાં સ્કૂલબોર્ડમાં ચાલતી 452 શાળાઓ ધોરણ 3થી 8ના 1 લાખ 71 હજાર 785 વિદ્યાર્થીઓ અને 5200 શિક્ષકો વચ્ચે શ્રેષ્ઠ શાળા માટે 100 ગુણની મૂલ્યાંકન સ્પર્ધા યોજાશે.જિલ્લા શિક્ષણ આસપાસના ભવનોમાંથી અધ્યાપકોને મૂલ્યાંકન માટે બોલાવવામાં આવશે. આ સ્પર્ધામાં 100 જેટલી શ્રેષ્ઠ શાળાની મૂલ્યાંકનના આધારે પસંદગી કરવામાં આવશે આ 100 શાળાઓમાં વિદ્યાર્થીઓના અને શાળાના વિકાસ માટે આચાર્યના ખાતામાં એક લાખ રૂપિયા આપવામાં આવશે. તેવી જ રીતે આ ઉજવણીના ત્રીજા ભાગરૂપે કોર્પોરેશનની શાળાઓમાં અભ્યાસ કરી ચૂકેલા પૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ હાલ IAS, IPS થયા છે રાજકીય ક્ષેત્રે આગેવાન બન્યા છે. ડોક્ટર, વકીલ બન્યા છે કે પછી સમાજમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવે છે. તેમની પાસે શાળાના આચાર્યો જશે અને જેટલું અનુદાન શાળા માટે મેળવશે તેટલું જ અનુદાન સ્કૂલ બોર્ડ જે તે સ્કૂલના વિકાસ માટે આચાર્યના ખાતામાં જમા કરાવશે. ઉદાહરણ તરીકે સમજીએ તો કોઈ સામાજિક આગેવાન પાસેથી આચાર્યએ તેની માતૃસંસ્થાના વિકાસ માટે પાંચ લાખનું ભંડોળ મળ્યું છે તો તેટલું જ ભંડોળ સ્કૂલ બોર્ડ જે તે આચાર્યના ખાતામાં સ્કૂલના અને વિદ્યાર્થીઓના વિકાસ માટે આપશે.

You may also like

Leave a Comment