સાબરકાંઠા જિલ્લામાં લાંચ પ્રત્યે શૂન્ય સહનશીલતાની નીતિ હેઠળ ફરી એક વખત એસીબી (ACB) દ્વારા મોટી સફળતા મળી છે. ACB ટીમે લાંચિયા અધિકારીને ઝડપી લઇ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પરિણામે જિલ્લા કલેકટર કચેરી બહુમાળી ભવનમાં ACBનો ટ્રેપ ગોઠવતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. મળતી માહિતી અનુસાર, હિંમતનગર ખાતે આવેલી જિલ્લા કલેકટર કચેરીના બહુમાળી ભવનમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અધિકારી 39 વર્ષીય જીતેન્દ્રકુમાર રમેશચંદ્ર પટેલને મહેસાણા ACB ટીમ દ્વારા લાંચ લેતા ઝડપવામાં આવ્યા છે. જમીન ખનન માટે અપાતા પોઝીટીવ અભિપ્રાય બદલ તેમણે અરજદારો પાસેથી રૂ. 30,000 થી 50,000 ની લાંચની માંગણી કરી હતી.જાગૃત નાગરિક દ્વારા મળી આવેલ ગુપ્ત માહિતીના આધારે એસીબીની ટીમે વિશિષ્ટ ડીકોય કાર્યવાહી આયોજન કરી. હિંમતનગર મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરમાં યોજાયેલી ટ્રેપ દરમિયાન આરોપી દ્વારા લાંચની રકમ સ્વીકારી લેતા પકડી પાડવામાં આવ્યો. સાથે સાથે આ રકમની પુષ્ટિ પણ થઈ હતી.આ સમગ્ર કામગીરીને મહેસાણા એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ચાવડાની આગેવાનીમાં અને મદદનીશ નિયામક એ.કે. પરમારના સુપરવિઝન હેઠળ અમલમાં મૂકવામાં આવી. ACBની સતત કાર્યવાહીથી લાંચિયા તંત્રમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. મળતી માહિતી અનુસાર, અગાઉ ખેડબ્રહ્માના પોલીસ મથકે દારૂની પરવાનગી બાબતે લાંચ લેતા લોકોને પકડવા ACB દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. આમ, સાબરકાંઠા જિલ્લામાં દિનપ્રતિદિન એસીબીની કાર્યવાહી વધી રહી છે.
21
previous post

