ભાવનગરના વિજયરાજનગરમાંથી શાતીર ચોર ઝડપાયો

by JAYENDRA UPADHYAY
0 comments

ભાવનગર શહેરના વિજયરાજનગરમાં બે દિવસ દરમિયાન રાત્રિના એક શખ્સ દ્વારા ત્રણ જેટલા મકાનોમાં ચોરી કરવામાં આવી હતી. ચોરીની ઘટનાને પગલે ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે ગણતરીની કલાકોમાં શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. ભાવનગર શહેરમાં વિજયરાજનગર વિસ્તારમાં બે દિવસની રાત દરમિયાન એક શખ્સ દ્વારા ત્રણ જેટલા મકાનોમાં ચોરી કરી હોવાની ઘટના બન્યા બાદ ભાવનગર LCB પેટ્રોલિંગમાં હતી.બાતમીના પગલે ચોરી કરનાર શખ્સને બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ચોરી કરનાર શખ્સ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. LCB પોલીસે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.ભાવનગર શહેરમાં આવેલા વિજયરાજનગરમાં એક મકાનના ફળિયામાંથી સ્કૂટરની ચોરી અને ત્યારબાદ બીજા એક મકાનમાં પ્રવેશ કરીને મોબાઈલ, કાંડા ઘડિયાળ અને મોટરસાયકલની ચોરી તેમજ તેની બાજુની સોસાયટીમાં એક મકાનમાં પણ પ્રવેશ કરીને સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા સહિત મોબાઈલની ચોરીની ઘટના બની હતી. બનેલા બનાવ બાદ પોલીસ તંત્ર સતર્ક થઈ ગયું હતું.બે ત્રણ દિવસમાં એક જ શખ્સે ત્રણ જેટલા મકાનોને ટાર્ગેટ કરીને ચોરી કરી હતી.ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે, વિજયરાજનગરમાં થયેલી ચોરીમાં અલ્ફાઝ ઉર્ફે લંબુ અબુભાઈ બેલીમ મોતીતળાવનો રહેવાસી હાલમાં ભાવનગરના એનસીસી ગ્રાઉન્ડ જેલ ગ્રાઉન્ડ નજીક સરકારી વસાહત પાછળ બાવળની કાટમાં જાહેર સ્કૂટર લઈને ઉભો છે. જેથી સ્થળ ઉપર પહોંચીને એલસીબી પોલીસે તપાસ કરતા બાતમીવાળો શખ્સ મળી આવતા તપાસ કરતા તેની પાસેથી સોના ચાંદીના દાગીના રોકડ રકમ મળી આવ્યા હતા. જેથી વધુ સઘન પૂછતાછ કરતા અંતે પકડાયેલા શખ્સ અલ્ફાઝ ઉર્ફે લંબુ અબુભાઈ બેલીમે ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.ભાવનગર એલસીબી પોલીસે ઝડપેલા શખ્સ પાસેથી ચોરી કરેલા મોબાઈલ, બાઈક, સોના ચાંદીના દાગીના મળીને કુલ 2,46,100નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ત્રણ ચોરીના ગુનામાં પોલીસે સમગ્ર મુદ્દામાલ લઈ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપ્યો હતો. જો કે કુલ મુદ્દામાલ માં 1,35,700ના સોના ચાંદીના દાગીના હોવાનું પોલીસે જાહેર કર્યું છે.

You may also like

Leave a Comment