ખેડા જીલ્લામાં એક પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનીને શારિરીક અડપલા કરનાર આરોપી મુખ્ય શિક્ષકને કપડવંજ કોર્ટ દ્વારા છ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. ગત વર્ષે આરોપી મુખ્ય શિક્ષક અખ્તરઅલી સૈયદે પોતાની શાળાની 9 વર્ષીય વિદ્યાર્થીની સાથે બે વખત શારીરિક અડપલા કર્યા હતા. જે મામલે હેવાન શિક્ષક વિરૂદ્ધ કઠલાલ પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો હતો. જે કેસમાં 19 થી વધુ દસ્તાવેજી પુરાવા અને 9 મૌખિક પુરાવા તેમજ સરકારી વકીલ મિનેષ પટેલની દલીલો ધ્યાને લઈ કોર્ટે ચુકાદો આપ્યો છે.કોર્ટે ચુકાદો આપ્યો છે. તેની ટૂંકી વિગત એવી છે કે 31/08/24 ના રોજ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી દીકરી જેની ઉંમર નવ વર્ષની હતી. તેને તે જ શાળાના આચાર્ય અખ્તરઅલી મહેબુબમિયા સૈયદનાઓએ તેની સાથે શારિરીક અડપલા કર્યા જે બાબતે એફઆઈઆર થયેલી. જેમાં સમગ્ર ટ્રાયલ પોક્સો કેસ નં.53/24 થી ચાલી ગયો. જેમાં આજરોજ સ્પેશ્યલ પોક્સો જજ કે.એસ. પટેલનાઓએ આરોપી અખ્તરઅલીને તકસીરવાર ઠરાવ્યો છે.કલમ 75(1) તથા કલમ 9(એફ) અને 9 (એમ) જે પોક્સો એક્ટ હેઠળની છે. તેમાં તેને તકસીરવાર ઠરાવ્યો છે. આરોપીને છ વર્ષની સશ્રમ કેદની સજા એક લાખ રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા તેમજ ભોગ બનનારને સરકારના નિયમો મુજબ એક લાખ રૂપિયા વળતર પેટે અપાવવાનો પણ તેમણે આજરોજ હુકમ કરેલો છે. વધુમાં આરોપી જ્યારથી પકડાયો ત્યારથી જેલમાં જ હોઈ તેને પરત જેલમાં મોકલી આપેલો છે.
23
previous post

