હિન્દુ મહિનામાં આવતા શ્રાવણ માસમાં શિવ આરાધનાનો અને પૂજન અર્ચન ભક્તિ કરવાનો વિશેષ મહિમા રહેલો છે. શિવભક્તો ભગવાન ભોળાનાથની તન-મન-ધનથી પૂજા કરી શિવલિંગ ઉપર જલાભિષેક પુષ્પો અર્પણ કરીને ધન્યતા અનુભવે છે. પંચમહાલ જિલ્લામાં આજે શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયોમાં ભાવિકોનો ઘોડાપૂર ઉમટી હતી.જિલ્લાના વડા મથક ગોધરા શહેરા હાલોલ, કાલોલ સહિત વિસ્તારોમાં આવેલા શિવાલયોમાં વહેલી સવારથી જ ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું હતું. મહાદેવજીને બીલીપત્ર ફુલ દૂધ જળ ચડાવીને ધન્યતા અનુભવી હતી. હાલોલ નગરના શારણેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહિમા છે, ત્યારે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે જિલ્લામાં આવેલા વિવિધ શિવાલયોમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. પંચમહાલના શહેરા નગરના શ્રી મરડેશ્વર મહાદેવ મંદિર તેમજ કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવિકોએ દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી. મહાદેવને બીલીપત્ર જળ દૂધનો અભિષેક કર્યો હતો.મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળો ભરાયો હતો. દર્શન કરવા માટે ભક્તોની લાઈનો મંદિરની બહાર જોવા મળી હતી. મરડેશ્વર મહાદેવ પૌરાણિક મંદિર હોવાથી માત્ર પંચમહાલ જિલ્લા જ઼ નહી પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ ભાવિકો દર્શનાર્થે ઉમટ્યા હતા. જિલ્લામાં આવેલા અન્ય શિવ મંદિરોમાં પણ ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. જિલ્લાના હાલોલ નગરમાં આવેલા સારણેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ ભાવિકોએ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
23
previous post

