ભગવાન કૃષ્ણની નગરી યાત્રાધામ દ્વારકામાં દેહ વ્યાપારનો કાળો કારોબાર દ્વારકા પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે નરસંગ ટેકરી વિસ્તારમાં રેડ પોડીને 3 મહિલાઓને દેહવ્યાપારના ચુંગાલમાંથી છોડાવી હતી. આટલું જ નહીં એક મહિલા અને એક કિન્નરને પણ ઝડપી લેવામાં આવ્યા હતા.મળતી માહિતી અનુસાર દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં છુપી રીતે છેલ્લા ઘણા સમયથી દેહ વ્યાપારનો ધંધો ચાલતો હતો. જ્યાંથી એક યુવતીએ પોતે દેહ વ્યાપારના ચંગુલમાં ફસાઈ હોવાની જાણ થતા વીડિયો વાયરલ કરી મદદ માંગી હતી. જેની જાણ દ્વારકા પોલીસને થતા તે સ્થળ પર રેડ કરી એક મહિલા અને એક કિન્નરને ઝડપી લેવામાં આવ્યા હતા, અને 3 યુવતીને મુક્ત કરાવી હતી. વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી જુબી બેન જુસબભાઈ શેખ અને સુલતાન ઉર્ફે ખુશ્બૂ જુનુસ આંબળા સાથે મળી આર્થિક રીતે પછાત મહિલાઓને બોલાવી પોતાના ઘરે દેહ વ્યાપારનો કાળો કારોબાર ચલાવતા હતા. બન્ને આરોપીઓને દ્વારકા પોલીસ દ્વારા ઝડપી BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.આ અંગે દ્વારકાના DySP સાગર રાઠોડે જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકાના દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે 25 જુલાઈના રોજ એક મહિલાની ફરિયાદ મળી હતી. જે મુજબ તેમને અન્ય કોઈ મહિલાએ ગેરયદેસર ગોંધી રાખ્યા હતા અને તેમના પૈસા તેમને પરત નહોતા આપતા. આથી દ્વારકા પોલીસની ટીમે ત્યાં જઈને રેડ કરતા ત્યાંથી 3 મહિલાઓ જેમને ગોંધી રાખી હતી તેમને બચાવવામાં આવી છે. ત્યાર બાદ હકીકત એવી જણાઈ હતી કે, જે આરોપી મહિલાઓ છે, તે ગેરકાયેદસર રીતે આર્થિક રીતે મજબૂર મહિલાઓને બોલાવીને તેમની પાસે વેશ્યાવૃત્તિનો ધંધો કરાવતા હતા અને તેમને જબરજસ્તી ગોંધી રાખતા હતા. આ બાબતને દ્વારકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે અને બંને મહિલાઓની અટકાયત કરવામાં આવી છે.
25

