ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચોરી કરીને તરખાટ મચાવનાર એક પરપ્રાંતીય શખ્સને ભાવનગરની પેરોલ ફર્લો સ્ક્વૉડે ઝડપી પાડ્યો છે. મોબાઈલ અને ઘરફોડ ચોરીના 10 જેટલાં ગુનાઓમાં સંડોવાયેલો આ શખ્સ મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાશી છે.ભાવનગરની પેરોલ ફર્લો સ્કોર્ડ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે શહેરના જવાહર મેદાન નજીક આવેલા ગોળીબાર હનુમાનજીના મંદિર નજીકથી એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયેલો શખ્સ વિવિધ ચોરીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો હોય જેને પગલે પેરોલ ફર્લો સ્ક્વૉડ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી અને વિવિધ પોલીસ સ્ટેશન મારફત મળેલી માહિતી મુજબ અનેક ચોરીઓમાં સંડોવાયેલાનો ભેદ ખુલ્યો હતો. આથી તેને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનને સોંપવામા આવ્યો હતો. જો કે શખ્સ વિરુદ્ધ ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પણ તેના વિરુદ્ધ બે ચોરીના ગુના નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વૉડ દ્વારા પકડાયેલા આ શખ્સનું નામ નરૂલહસન ઉર્ફે નુરહસન ઉર્ફે ટોટન જુહરઅલી શેખ છે. ગુજરાતમાં તે બારડોલીના ગાંધીરોડ પર રહેતો હોવાનું જાણવા મળ્યું છે અને મૂળ પશ્ચિમ બંગાળના હૂગલી જિલ્લાના પાંડવા નવાઝગામનો રહેવાસી છે. આ શખ્સની પુછપરછ કરતા ઘણાચોરીના ભેદ ઉકેલાયા હતા.ભાવનગર જિલ્લામાં નિલમબાગ પોલીસ સ્ટેશન સહિત ગુજરાતમાં મહીસાગર, ગોધરા, ખેડા, કલોલ, મોડાસા વગેરે પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ઘરફોડ ચોરી સહિતના ચોરીના ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. જો કે ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં બે વર્ષ પહેલા 2023માં તેની વિરુદ્ધ ગુન્હા નોંધાયેલા છે. વધુ પુછપરછ બાદ ચોરીની વધુ હકીકતો બહાર આવશે.
27

