ઓલપાડના દરિયા કિનારે માછલી લેવા આવેલો ટેમ્પો કાદવમાં ફસાયો

by JAYENDRA UPADHYAY
0 comments

ઓલપાડ તાલુકાના ડભારી દરિયા કિનારે માછલી લેવા માટે આવેલો એક ટેમ્પો કાદવમાં ફસાયા બાદ ભરતીના પાણીમાં તણાઈ ગયો હતો. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં કુતૂહલ સર્જાયું હતું, અને ટેમ્પોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરના બસીર નામના માછલીના વેપારી પોતાનો મોટો ટેમ્પો (નં. GJ-05, EZ-8455) લઈને ડભારી બીચ ખાતે બપોરના સમયે ભાવનગરના માછીમારો પાસેથી માછલી લેવા આવ્યો હતો. આ દરમિયાન, દરિયા કિનારાના કાદવમાં તેમનો ટેમ્પો ફસાઈ ગયો હતો.ડભારીના સરપંચ ઉમેદ પટેલે જણાવ્યું હતું કે, ટેમ્પોને બહાર કાઢવા માટે ટ્રેક્ટર અને જેસીબીની મદદ લેવામાં આવી રહી હતી, ત્યાં સુધીમાં દરિયાની ભરતીના પાણી આવી ગયા હતા. પાણીના પ્રવાહમાં ટેમ્પો તણાઈને દરિયામાં દૂર સુધી ખેંચાઈ ગયો હતો.લાંબા સમય ગાળા સુધી ટેમ્પોને બહાર કાઢવા માટે સ્થાનિકો દ્વારા ભારે પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ ભરતીનું પાણી ચાલુ રહેતા ટેમ્પોને બહાર કાઢવામાં સફળતા મળી ન હતી. આ ઘટનાને પગલે બીચ પર એકઠા થયેલા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

You may also like

Leave a Comment