કાલે શિણાયમાં ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીનો લોકદરબારઃ બપોર સુધીનુ રોકાણ કચ્છમાં

by JAYENDRA UPADHYAY
0 comments

24મી જુલાઇએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ભુજ આવી રહ્યા છે. તેઓ પણ લોકોને મળીને સમસ્યાઓ સાંભળવાના છે તેમ તેમણે સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર જણાવ્યું છે. તેઓ સવારે કચ્છ આવશે અને સાંજે મોરબી જશે.તેમણે આ મુલાકાત દરમ્યાન અરજદારોને રુબરુ મળીને તેમની સમસ્યા સાંભળવાની વાત કહી છે.ખાસ કરીને અરજદાર નાગરીકો સાથે તેઓ સીધો સંવાદ કરશે.અત્રે ઉલ્લેખનીય છે કે રાજયના પોલીસવડા વિકાસ સહાયે 11 જુલાઇએ ભુજની મુલાકાત લીધી હતી અને હવે 24મી જુલાઇએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ભુજ આવી રહ્યા છે.દરમ્યાન ગાંધીનગરથી મળતી વિગતો મુજબ શ્રી હર્ષ સંઘવી સૌ પ્રથમ ગાંધીધામ તાલુકાના શિણાય પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોલીસ વિભાગના વિવિધ ઉદઘાટન અને ખાતમુહુર્તના કાર્યક્રમમાં હાજરી આપશે ત્યારબાદ સાડા દસ કલાકે ત્યાં જ તેમનો લોકદરબાર છે.જ્યાં તેઓ પ્રજાના પ્રશ્નો સાંભળશે.ત્યાંથી બપોરે પોણા બે વાગ્યે સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા.લી. કંપની ખાતે લાકડીયા જશે જ્યાં નાકોર્ટીક જથ્થાનો નાશ કરવામાં આવશે.અને ત્યાંથી તેઓ મોરબી જવા માટે નીકળી જશે.

You may also like

Leave a Comment