ઉનાના સીમાસી ગામે રૂપેણ નદી પર બનેલો બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધ

by JAYENDRA UPADHYAY
0 comments

ઉનાના સીમાસી ગામની રૂપેણ નદી પરના બ્રિજ પરથી ભારે વાહનો પસાર નહિ કરવા જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું.આ બ્રીજનું અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરાતા આ બ્રિજ સંપુર્ણપણે જર્જરીત હાલતમાં જણાઈ આવતા આ બ્રિજ પરથી બાઇક અને ઓટો રીક્ષા સિવાયના ભારે વાહનો પસાર નહિ કરવા જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતુ. આ જાહેરનામું 30/06/2026 એટલે કે એક વર્ષ સુધી રહેશે.ઉનાના સીમાસી ગામની રૂપેણ નદી પરનો બ્રિજ 40 વર્ષ જૂનો 1984ની સાલમાં બનાવાયેલ હોય જે બ્રીજના પિલર પણ અનેક જગ્યાએ તુટી ગયા હોય અને ઉપરનું સ્ટ્રકચર પણ તૂટી જવાથી સળિયા દેખાવા લાગેલ હોય .અહેવાલ પ્રસિદ્ધ કરાતા ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાય, ઉના પ્રાંત અધિકારી, મામલતદાર, માર્ગ અને મકાન વિભાગના અધિકારી અને નેશનલ હાઇવે વિભાગના અધિકારીઓ સીમાસી ગામની રૂપેણ નદી પરના બ્રિજનું નિરીક્ષણ કરવા દોડી આવ્યા હતા.આ બ્રીજનું અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરાતા આ બ્રિજ સંપુર્ણ પણે જર્જરિત હાલતમાં જણાઈ આવતા આ બ્રિજ પરથી બાઇક અને ઓટો રિક્ષા સિવાયના ભારે વાહનો પસાર નહિ કરવા જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતુ. આ જાહેરનામું 30/06/2026 એટલે કે એક વર્ષ સુધી રહેશે. સીમાસી ગામના બ્રિજ પરથી કોડીનાર, ઉના અને ગીર ગઢડા મળી કુલ ત્રણ તાલુકાના વાહનો તેમજ વિદ્યાર્થી ભરેલ એસટી બસો પસાર થતી હતી. જે હવે જાહેરનામું પ્રસિદ્ધ થતા બાઇક અને ઓટો રિક્ષા સિવાયના વાહનોને સીમાસી બાયપાસ પરથી પસાર થવું પડશે.

You may also like

Leave a Comment