મહાનગરપાલિકાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ દાવેદારી નોંધાવી તૈયારીઓ શરુ કરી છે

by JAYENDRA UPADHYAY
0 comments

આગામી મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થશે. ત્યારે અમદાવાદના લોકોના દિલ જીતવા માટે તમામ પાર્ટીઓ તૈયારીમાં લાગી છે. ગુજરાત આમ આદમી પાર્ટી પણ હવે રણનીતિ સાથે આગળ વધી છે. આમ આદમી પાર્ટી દ્વારા લઘુમતી વર્ગોના દિલ જીતવા માટે માઇનોરીટી સેલ બનાવવામાં આવ્યો છે. ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપના ભ્રષ્ટાચારથી લોકો ત્રાહિમામ છે. ભાજપ આજે પણ અમદાવાદ જેવા વિસ્તારમાં ગટર વ્યવસ્થા સારી રીતે આપી શકી નથી. રુપિયા 14 હજાર કરોડના બજેટથી અમદાવાદ સિંગાપુરથી પણ સારું બની શકે છે, પરંતુ ભાજપના લોકો પોતાના ઘર ભરે છે. જેનાથી દુઃખી થઈને લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. કોંગ્રેસ 30 વર્ષથી વિપક્ષની ભૂમિકા ભજવી રહી છે, તે પણ કંઈ કરી નહીં શકે. મને વિશ્વાસ છે કે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાનો પહેલો મેયર કોર્પોરેશનમાં બેસાડશે.મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ આપવા અંગે ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, અમારા માટે તમામ ધર્મ-જાતિ-જ્ઞાતિ એક સમાન છે. આમ આદમી પાર્ટીમાં જોડાયેલ એક-એક વ્યક્તિ અમારા પરિવારના સભ્યો છે. અમે ક્યારે ભેદભાવ નથી રાખતા. આગામી સમયમાં તમામ જ્ઞાતિ-જાતિ-ધર્મના લોકોને સાથે લઈને ઇલેક્શનમાં ઉમેદવાર ઉતારવામાં આવશે.ચૈતર વસાવાના મુદ્દે ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, આગામી 24 જુલાઈના દિવસે અરવિંદ કેજરીવાલ ડેડીયાપાડા જશે અને ચેતર વાસવાના સમર્થનમાં અવાજ પણ ઉઠાવશે. આવનારી ચૂંટણી માટે દરેક વિસ્તારમાં જન સંપર્ક કાર્યાલય ખોલવામાં આવશે.ગુજરાત આમ આદમી પાર્ટી લઘુમતી સેલના પ્રમુખ અમજદ ખાન પઠાણે જણાવ્યું કે, અમે અમારી પાર્ટીને કોર્પોરેશન ઇલેક્શનમાં જીતાડવા માટે તમામ પ્રકારના કામે લાગી ગયા છીએ. આવનારી કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભારી લીડથી જીતશે. અમે કોર્પોરેશનના બધા જ મુદ્દા પર ઇલેક્શન લડીશું. અમદાવાદ શહેરમાં નળ, ગટર અને વીજળી આપવામાં ભાજપ સરકાર ફેલ થઈ છે. આજે સ્કૂલો બંધ થઈ રહી છે, વિસ્તારમાં કોઈ સ્વિમિંગ પૂલ નથી, બાળકોને રમવા માટે કોઈ પ્લેગ્રાઉન્ડ નથી.

You may also like

Leave a Comment