સર્વસંમતિથી મહેશ્વરી સમાજની નવી કારોબારીની રચના

by chanchal bhuj bhuj
0 comments

નાગલપર: મહેશ્વરી સમાજ, મોટી નાગલપર ખાતે ગુરુપૂર્ણિમાની પવિત્ર અને પાવન પ્રસંગે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મગુરુ શ્રી ખીમજી દાદા ધનજી દાદા માતંગના આશીર્વાદમય ઉપસ્થિતિમાં સમાજમાં આધ્યાત્મિક ઉર્જા પ્રસરી હતી.

આ અવસરે મહેશ્વરી સમાજની નવી કારોબારીની રચના સર્વસંમતિથી કરવામાં આવી હતી.

શ્રી નરેશભાઈ વિશનજીભાઈ બડગા ને બિનહરીફ રૂપે સમાજના નવા પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા.
સાથે અન્ય પદાધિકારીઓની નિમણૂક પણ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવી હતી, જેમાં યુવા અને અનુભવી સભ્યોનો સમાન સાથ મેળવો થયો.

સમાજના વરિષ્ઠ આગેવાનોના માર્ગદર્શન હેઠળ આ નવી કારોબારીનું ઘડતર થયું હતું. મહામંત્રી શ્રી અરવિંદભાઈ મહેશ્વરી દ્વારા પદાધિકારીઓની યાદી જાહેર કરી गई હતી.

નવી કારોબારી તરફથી સમાજના સર્વાંગી વિકાસ, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને સર્વસામાન્યમાં સદભાવના જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ રહેવાનો વિશ્વાસ સમગ્ર મહેશ્વરી પરિવારે વ્યક્ત કર્યો હતો.

You may also like

Leave a Comment