સાબરકાંઠા-અરવલ્લીના પશુપાલકોનો ‘શ્વેત’ આક્રોશ

by JAYENDRA UPADHYAY
0 comments

સાબર ડેરીમાં ભાવ ફેર મુદ્દે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોનો રોષ આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. પશુપાલકોએ જિલ્લાના કેટલાંક ગામોની ડેરીમાં દૂધ ન ભરાવી વિરોધ નોંધાવ્યો છે. ડેરીમાં દૂધ આપવાના બદલે પશુપાલકોએ માર્ગો પર દૂધ ઢોળીને સહકારી તંત્ર સામે પોતાનો રોષ દર્શાવ્યો છે.મોટાભાગના ગ્રામ્ય પંથકોમાં પશુપાલકોએ સ્થાનિક ડેરી સામે પણ વિરોધ નોંધાવ્યો છે, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, પોશીના, વિજયનગર, હિંમતનગર સહિતના વિસ્તારોમાં ભાવ ફેરને પશુપાલકો લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યાં છે.પશુપાલકોની જીદ યથાવત રહી તો આવનાર દિવસો દૂધ માટે મુશ્કેલી વધવાની શક્યતા છે, તેમજ ડેરીના લાખો લીટર દૂધની આવકમાં પણ ઘટાડો નોંધાશે તે નક્કી છે.મહત્વપૂર્ણ છે કે, ગઈકાલે સોમવારે સાબર ડેરી ખાતે પોલીસ અને પશુપાલકો વચ્ચે ઉગ્ર ઘર્ષણ સર્જાયું હતું, પોલીસના વાહનો તેમજ સાબર ડેરી ના મિલકતને નુકસાન થયું હતું. ત્યારે સાબર ડેરીમાં તોડફોડ મુદ્દે ફરિયાદ દાખલ થઈ છે.બાયડના પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ સહિત રણજીતસિંહ સોલંકી, સાબરકાંઠા બેંકના પૂર્વ વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી સહિત કુલ 74 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.આ ઉપરાંત 1000 લોકોના ટોળા સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જ્યારે 47 લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે 125, 189, 121, 109 સહિતની કલમ લગાવીને ફરિયાદ નોંધી છે.આ મામલે LCB પોલીસ તપાસ કરશે.

You may also like

Leave a Comment