દેવભૂમિ દ્વારકામાં ફિશિંગ બોટના રજીસ્ટ્રેશનના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવાનો મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જે મામલે પોલીસે 93 બોટ માલિકો વિરૂધ્ધમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-61(2), 336(2), 336(3), 338, 340(2) મુજબ ઓખા મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધવામાં આવ્યો હતો. આ ગુનાની તપાસમાં અન્ય કુલ-52 બોટના બનાવટી દસ્તાવેજોની મદદથી રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હોવાનું શોધી કાઢ્યું હતું.હાલ કુલ 145 બોટ સંચાલક વિરૂદ્ધ આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. જે તપાસમાં હજુ સુધીમાં દ્વારકા જિલ્લા ખાતે ત્રણ એજન્ટ, જામનગરના એક અને ભાવનગર ખાતેથી બનાવટી પેઢીનુ સંચાલન કરી બનાવટી એન્જીન તથા બોટના બીલ આપનાર બે સંચાલકો અને બોટ માલીક સહીત કુલ-56 આરોપીઓને ધોરણોસર અટકાયત કરવામાં આવેલી છે.બોટ માલીકો દ્વારા પોતાની જુની માછીમારી બોટનું ગેરકાયદેસર રજીસ્ટ્રેશન કરાવી, ફિશીંગ લાયસન્સ મેળવવા માટે સ્થાનિક ફિશીંગ કન્સલ્ટન્સીનું કામ કરતા ખાનગી એજન્ટોનો સંપર્ક કરતા હતા. ત્યાદબાદ ફિશીંગ કન્સલ્ટન્સી એજન્ટ દ્વારા ભાવનગરના VARNI CORPORATION, HANUMANTA ENTERPRISE અને અલંગના SHIV GLOBAL MARINE, ERAM ENTERPRISE નામની બોગસ પેઢીના માલીકો સાથે મળી અગાઉથી હાજર જુની બોટના માપ સાઇઝ અને વિગતો આ બોગસ પેઢીના માલીકોને મોકલી આપતા હતા. જે વિગતોનો ઉલ્લેખ બીલમાં દર્શાવી ખોટા GST વાળા બિલ બનાવી અને બોગસ પેઢીના માલીકો એજન્ટોને મોકલી આપતા હતા.જે બિલમાં (1) નવી બોટ ખરીદ કર્યા અંગેના ખોટા GST નંબર વાળા બનાવટી બીલ (2) બનાવટી ઈ-વે બીલ (ટ્રાન્સપોટેશન), (3) નવું એન્જીન ખરીદ કર્યાના જી.એસ.ટી.નંબર વાળા બનાવટી બોટ એજન્ટને મોકલી આપવામાં આવતા હતા. આ ઉપરાંત બોટના રજીસ્ટ્રેશન માટે (4) નોટરાઈઝ સોગંદનામા (5) બોટનું નામ, એન્જીનના નંબર દેખાય તે રીતેના બોટ માલિક સાથેના ફોટોગ્રાફની તમામ પ્રક્રીયા આ એજન્ટો દ્વારા કમિશન પેટે કરી બોટ માલિકના એપ્લિકેન ફોર્મ ભરી રીયલ ક્રાફટ સોફ્ટવેરમાં તમામ પી.ડી.એફ. ફાઇલ સ્વરૂપે સાચી દર્શાવી અપલોડ કરવામાં આવતી હતી અને આ રીતે બનાવટી બોટ રજીસ્ટ્રેશન અને લાયસન્સ મેળવવામાં આવતું હતું.
35
previous post

