રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ ખાતે આવેલા અને પ્રસિદ્ધ થઈ રહેલા એવા ઓસમ ડુંગર પરના પટાંગણ વિસ્તારમાં રાત્રિ દરમિયાન દીપડો દેખાયો હોવાના વિડીયો સામે આવ્યા છે. જેને લઈને અહીં આવતા મુસાફરો પ્રવાસીઓ રાહતારીઓ તેમજ આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.ઓસમ ડુંગરના નામથી જે ગામ પ્રખ્યાત છે. તે પાટણવાવ ગામના નવનિર્માણ પામી રહેલા અને ઓસમ ડુંગરના ઝરણા અને વહેતા પાણીના સૌંદર્યને વધુ સુંદર બનાવવા ચાલી રહેલા ચેકડેમ તરફ જવાના રસ્તા ઉપર આવતી દિવાલ ઉપર રાત્રિ દરમિયાન દીપડો દિવાલ પર બેસી અને આરામ ફરમાવતો હોય, તેમજ આટા ફેરા કરતો હોય તેવા વિડિયો સામે આવ્યા છે. જેમાં આ વિડીયો સામે આવતા લોકોમાં ડરનો માહોલ છે. ત્યારે પાટણવાવ ગામના પૂર્વ સરપંચ દ્વારા આ મામલે સંબંધિત વિભાગને જાણ કરી દીપડાને પાંજરે પુરવા અને સ્થાનિકો પ્રવાસીઓ રાહદારીઓ તેમજ ભક્તોને ભય મુક્ત કરવા રજૂઆત કરી હોવાની માહિતી સામે આવી છે.પાટણવાવ ગામના પૂર્વ સરપંચ પ્રવીણભાઈ પેથાણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પાટણવાવ ઓસમ પર્વતના ચેકડેમ તરફ જવાના સિમેન્ટ રોડની બાજુમાં આવેલી દિવાલ ખાતે રાત્રી દરમિયાન એક દિપડો દિવાલ પર બેઠો હતો. જે દીપડો બેઠો હતો તેના વિડીયો સામે આવ્યા છે, જેને લઈને પાટણવાવ ઓસમ પર્વત ખાતે ફરવા આવતા શ્રદ્ધાળુઓ, ભક્તજનો તેમજ પ્રવાસીઓની અંદર ભય ફેલાતા આ મામલે સંબંધિત વિભાગ અને કચેરીને જાણ કરી આ દીપડાને પાંજરે પુરી તેમને સુરક્ષિત સ્થળે ખસેડી દેવા માટેની ઉપરાંત લોકોને ભયમુક્ત કરાવવા ખાસ રજૂઆત કરી હોવાનું જણાવ્યું છે.ધોરાજી તાલુકાનું પ્રખ્યાત એવું પાટણવાવ ગામ કે જે ગામ ઓસમ ડુંગર કુદરતી સૌંદર્ય ધાર્મિક સ્થાન અને લોકોને ફરવા માટે અને કુદરતી સૌંદર્ય માણવા માટેનું એક અદભુત સ્થાન બની રહ્યું છે. જેમાં અહીંયા રજાનો માહોલ હોય કે પછી આડો દિવસ હોય ચોમાસાના વરસાદ બાદ રોજ હજારોની સંખ્યામાં અહીં પ્રવાસીઓ, ભક્તો, શ્રદ્ધાળુઓ અને આસપાસના પંથકના લોકો પર્વતની કુદરતી સૌંદર્ય પ્રકૃતિને માણવા તેમજ ધાર્મિક સ્થાનોના દર્શન કરવા અને કુદરતના ખોળે અનન્ય લાભ લેવા અને કુદરતી ધોધ તેમજ કુદરતી રીતે સૌંદર્યથી ભરપૂર અને ઇતિહાસ સાથે સંકળાયેલા પર્વત ખાતે લોકો ઉમરતા હોય છે. ત્યારે અહીં રાત્રિ દરમિયાન દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
52
previous post

