એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થવાની ઘટના બાદ હવે કાટમાળ હટાવવાની કામગીરી દરમિયાન બી જે મેડિકલ કોલેજની મેસ પર વિમાનની ટેલમાં ફસાયેલો એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સિવાય બીજા બે મૃતદેહ ભડથું થયેલા મળ્યા હતાં. આ સાથે અમદાવાદ પ્લેન ક્રેશનો મૃતકાંક 278ને સ્પર્શી ગયો છે. યુવતીનો મૃતદેહ ફ્લાઇટની ક્રુ-મેમ્બરનો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ, DNA મેચ કરવાની સાથે એક મૃતદેહ પાસેથી મળી આવેલી ચીજવસ્તુઓના આધારે પણ ઓળખ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ સ્પષ્ટતાં કરતાં કહ્યું કે ગુજરાતના માજી સીએમ વિજય રૂપાણીના ડીએનએ સેમ્પલ મેચ થઇ ગયા છે. હવે તેમના પરિજનોને પાર્થિવ દેહ સોંપવામાં આવશે અને અંતિમ વિધિ કેવી રીતે અને ક્યાં કરવી તે અંગે તેમનો પરિવાર નિર્ણય લેશે. જેમાં સરકાર તેમને પૂરું સમર્થન કરશે.
27
previous post

