દેશના 32એરપોર્ટ રાબેતા મુજબ ખુલ્યા, એરલાઇન્સની વેબસાઇટ જોતા રહે

by JAYENDRA UPADHYAY
0 comments

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે 15 મે સુધી બંધ રહેલા 32 એરપોર્ટ તાત્કાલિક અસરથી ખોલવામાં આવ્યા છે. નાગરિક ફ્લાઇટ્સ શરૂ થઈ રહી છે. ફ્લાઇટ અપડેટ્સ માટે એરલાઇન્સની વેબસાઇટ્સનું નિરીક્ષણ કરો અને ફ્લાઇટ શેડ્યૂલ તપાસો.

એરપોર્ટને ફરીથી ખોલવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે અને તાત્કાલિક અસરથી ખોલવામાં આવ્યા છે. ફરી શરૂ કરાયેલા એરપોર્ટમાં તેમાં આદમપુર, અંબાલા, અમૃતસર, અવંતિપુર, ભટિંડા, ભુજ, બિકાનેર, ચંદીગઢ, હલવારા, હિંડન, જેસલમેર, જમ્મુ, જામનગર, જોધપુર, કાંગડા, કેશોદ, કિશનગઢ, કુલ્લુ મનાલી, લેહ, મુન્દ્રા, નલિયા, પઠાણકોટ, પટિયાલા, પોરબંદર, રાજકોટ, સરસાવા, શિમલા, શ્રીનગર, થોઇસ, ઉત્તરલાઇ અને લુધિયાણાનો સમાવેશ થાય છે.

You may also like

Leave a Comment