8 મે 2025 ના રોજ ગુજરાત બોર્ડનું ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે. 27 ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનો યોજાઈ હતી. જેમાં ધોરણ-10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા આપી હતી. ધોરણ 10 નું પરિણામ 83.08 % જાહેર થયું છે.ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વર્ષે બોર્ડનું 83.08 ટકા પરિણામ જાહેર થયું છે. ગત વર્ષ કરતા 0.52 ટકા પરિણામ વધુ આવ્યું, ગત વર્ષે ધોરણ 10નું 82.56 ટકા પરિણામ આવ્યું હતું.
આ વર્ષે 89.29 ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા બન્યો છે. જ્યારે 72.55 ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો ખેડા છે. 100 ટકા પરિણામ વાળી સ્કૂલોની વાત કરવામાં આવે તો આ વર્ષે 1574 સ્કૂલોમાં 100 ટકા પરિણામ આવ્યું છે, 201 સ્કૂલોમાં 30 ટકાથી ઓછું પરિણામ આવ્યું છે., જ્યારે 0 ટકા પરિણામ વાળી સ્કૂલો 45 છે.
રાજ્યમાં ધોરણ 10નુ 83.08% પરિણામ જાહેર
- સૌથી વધુ પરિણામ કાંસા, ભોળાદ કેન્દ્રનુ 99.11 ટકા પરિણામ
- સૌથી ઓછુ ખેડાના અંબાવ કેન્દ્રનું 29.56 ટકા પરિણામ
- સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાનું 89.29 ટકા પરિણામ
- સૌથી ઓછું ખેડા જિલ્લાનુ 72.55 ટકા પરિણામ
- રાજ્યમાં 1574 શાળાનું 100 ટકા પરિણામ
- ધોરણ 10માં 28055 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો
- ધોરણ 10માં 86459 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો
- ધોરણ 10માં 124274 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ મળ્યો
- ધોરણ 10માં 152084 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ મળ્યો
- ધોરણ 10માં 145444 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ મળ્યો
- ધોરણ 10માં 78137 વિદ્યાર્થીઓને C2 ગ્રેડ મળ્યો
- ધોરણ 10માં 7231 વિદ્યાર્થીઓને 99 થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
- ધોરણ 10માં 14621 વિદ્યાર્થીઓને 98 થી વધુ PR
- ધોરણ 10માં 22979 વિદ્યાર્થીઓને 97 થી વધુ PR
- ધોરણ 10માં 30340 વિદ્યાર્થીઓને 96 થી વધુ PR
- ધોરણ 10માં 38324 વિદ્યાર્થીઓને 95 થી વધુ PR
- ધોરણ 10માં 45808 વિદ્યાર્થીઓને 94 થી વધુ PR
- ધોરણ 10માં 60454 વિદ્યાર્થીઓને 92 થી વધુ PR
- ધોરણ 10માં 76676 વિદ્યાર્થીઓને 90 થી વધુ PR