કપડવંજ-કઠલાલ રોડ પર પોરડા ભાટેરા પાસે ST બસ અને CNG રીક્ષા વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મોત

કપડવંજ-કઠલાલ રોડ પર પોરડા ભાટેરા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં ST બસ અને CNG રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા ઘટનાસ્થળ પર જ બે લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.એસટી બસ કપડવંજથી કચ્છ માતાના મઢ તરફ જઇ રહી હતી ત્યારે ઓવરટેક કરવા જતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા લોકોના ટોળે-ટોળા સ્થળ પર ઉમટ્યા હતા. ઘટનાની જાણ થતાજ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી..રાજ્યમાં અન્ય એક અકસ્માતની ઘટના ઉનાના લામધારના પાટિયા પાસે ઘટી હતી. નેશનલ હાઈ વે પર બેફામ કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હતો.બાઈક સવાર GRD ડ્યુટી પૂરી કરીને પોતાના ગામ ડેસર જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

About JAYENDRA UPADHYAY

Check Also

અરબી સમુદ્રમાં તોળાતું વાવાઝોડું : ગુજરાતમાં 22મેથી ભારે વરસાદની ચેતવણી

આંદામાન નિકોબાર ટાપુ ,બંગાળની ખાડીમાં 8- 9 દિવસ વહેલું પ્રવેશેલું નૈઋત્યનું ચોમાસુ વહેલાની સાથે વેગીલું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?