બનાસકાંઠામાં ભારે વીજળીના કડાકા સાથે વાતાવરણમાં પલ્ટો, કરા સાથે વરસ્યો વરસાદ

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે આઠમી મે, 2025 સુધી કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રવિવારે (ચોથી મે) વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં  વરસાદ વરસી રહ્યો છે.બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન પાલનપુર, વડગામમાં પવન સાથે કરાંવૃષ્ટિ થયાની માહિતી મળી છે. જ્યારે ડીસા, લાખાણી અને દાંતીવાડા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.હાલમાં બાજરીનો પાક લેવાયેલો હોવાથી તેને કમોસમી વરસાદને પગલે નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. જોકે અંગ દઝાડતી ગરમીના માહોલ વચ્ચે આ કમોસમી વરસાદથી વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઇ છે.

About JAYENDRA UPADHYAY

Check Also

અરબી સમુદ્રમાં તોળાતું વાવાઝોડું : ગુજરાતમાં 22મેથી ભારે વરસાદની ચેતવણી

આંદામાન નિકોબાર ટાપુ ,બંગાળની ખાડીમાં 8- 9 દિવસ વહેલું પ્રવેશેલું નૈઋત્યનું ચોમાસુ વહેલાની સાથે વેગીલું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?