ભારતના ડ્રગ રેગ્યુલેટર ડીસીજીઆઈ એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડ્રગ કંટ્રોલર અને ફાર્મસી કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયાને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે સૂચન જારી કર્યું કે મેડિકલમાં ફાર્માસિસ્ટ પોતે હાજર રહેશે અને તેમની દેખરેખ હેઠળ જ દવાનું વેચાણ કરવામાં આવશે. એક પત્રમાં ડગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાના ડોક્ટર રાજીવ સિંહ રઘુવંશીએ ફાર્મસી 1947 કલબ 42 A અને કોસ્મેટિક્સ એક્ટ 1945 ના 65 ના અમલ વિશે જણાવ્યું હતું.
ફાર્માસિસ્ટ ફાર્મસી અને મેડિકલ સ્ટોરમાં હાજર છે અને તેમની દેખરેખ હેઠળ દવાનું વેચાણ થઈ રહ્યું છે. તે અંગે ડીસીજીઆઈએ સુનિશ્ચિત કરવા માટે 9 માર્ચના રોજ મોકલેલા પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. રિટેલ દુકાનમાંથી સાચા અને માન્યા પ્રિસ્કીપશન વિના કોઈપણ દવાનું વેચાણ ન થાય તેવી ખાતરી કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. વધુમાં તેમણે પત્રમાં ફાર્મસી એક્ટ અંગેના મુદાઓ પણ તાક્યા હતા.