મહિલા દિવસ નિમિત્તે રાજ્યની મહિલાઓને 1000 રૂપિયાની રકમ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમિલનાડુના સીએમએ ચૂંટણી પ્રચાર દરમિયાન આ જાહેરાત કરી હતી. પરંતુ મહિલા દિવસના અવસર પર મહિલાઓને અભિનંદન આપતા જાહેરાત કરવામાં આવી છે.
સત્તાવાર મળતી માહિતી અનુસાર 1000 રૂપિયાની આ રકમ 3 જૂનથી મહિલા કાર્ડ ધારકોને આપવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રી કરુણાનિધિના જન્મદિવસથી જ આપવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
