હિંમતનગરમાં 50 વર્ષથી મોટી ઉંમરના 28 દંપતીઓના સન્માન સાથે લગ્ન

હિંમતનગરમાં 50 વર્ષથી મોટી ઉંમરના 28 દંપતીઓના સન્માન સાથે લગ્ન સમારંભ યોજાયો હતો.  લગ્નના 30-40 વર્ષ પછી પણ એકબીજા સાથે પ્રેમથી રહે છે. ત્યારે હિંમતનગરમાં આવા જ વડીલોના સન્માન સાથે લગ્ન સમારંભ યોજાયો.

આ તમામ વડીલ દંપતી 50 વર્ષથી વધુ ઉંમરના છે. હિંમતનગરના ઉમિયા મંદિરમાં સિનિયર સીટીઝન એસોસીએસન ધ્વારા આયોજન કર્યું હતું. જેમાં સાફા પહેરીને આવેલા દંપતીઓએ ઉમિયા માતાજીના મંદિરે દર્શન કર્યા સાથે ગરબે ઘૂમીને પોતાના સફળ દાંમ્પત્યની મજા માણી હતી. હિંમતનગરમાં 50 વર્ષથી મોટી ઉમરના 28 દંપતીઓના લગ્ન સમાંરભ યોજાયો હતો. માતાજીના મંદિરના પટાગણમાં જીવનમાં સંઘર્ષ કરનારા દંપતીઓ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે માતાજીના દર્શન કર્યા બાદ એક બીજાને ગોળ ખવડાવીને હાર પહેરાવ્યા હતા.

હિંમતનગરના ઉમિયા મંદિરમાં સીનીયર સીટીઝન એસોસીએસન ધ્વારા 50 પ્લસ ઉમરના દંપતીઓનો અભિવાદન સાથે સન્માન સમાંરભ યોજવાનું આયોજન કર્યું. તો લગ્ન કર્યા બાદ સંઘર્ષ કરી 50 વર્ષ થી વધુ ઉમરના 28 દંપતીઓએ સાફા પહેર્યા બાદ ઉમિયા માતાજીના મંદિરે દર્શન કર્યા સિનિયર સીટીઝને તમામ દંપતીઓનું સામૈયું કર્યું હતું અને ત્યારબાદ દંપતીઓ ઢોલના તાલે વાજતે ગાજતે હોલ ખાતે આવ્યા હતા દરમિયાન પરિવારજનો સાથે 50 પ્લસ ઉમરના 28 દંપતીઓએ ગરબે ઘૂમ્યા હતા. તો લગ્ન મંડપમાં આવતા જ સભ્યોએ ફૂલડાં થી વધાવ્યા હતા.

50 પ્લસ ઉમરના 28 સીનીયર સીટીઝન નવ દંપતીઓને અલગ ખુરશીમાં બેસાડવામાં આવ્યા બાદ એક તરફ લગ્નના ગીતો સાથે અંતરપટ રાખવામાં આવ્યો હતો અંતરપટ ખોલ્યા બાદ એક પછી એક દંપતીઓને લગ્નની ખુરશીમાં બેસાડવમાં આવ્યા હતા તો ગોળ થી એક બીજાનું મોં મીઠું કરાવ્યું હતું અને પછી હરખઘેલા બનીને એક બીજાને ફૂલહાર કર્યા હતા. તો એસોસીએસન તરફથી તમામ દંપતીઓને મોમેન્ટો આપી હતી અને સંઘર્ષ નામનું પુસ્તક પણ આપવામાં આવ્યું હતું.

About chanchal bhuj bhuj

Check Also

કેનેડાનાં પરમેનન્ટ રેસીડેન્સ (પી.આર.) વિઝા આપવાનો વિશ્વાસઘાત આચરનાર બંટી/બબલી ને પકડી પાડતી સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર.

સને-૨૦૨૧-૨૨ નાં વર્ષ દરમ્યાન “ન્યુ પાથ કેરિયર સોલ્યુસન પ્રા.લી.” નામે કંપની ખોલી આરોપી નં.(૧) ઋષિકેશ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?