સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને આજે મંગળવારે સ્ટોબરીના ફ્રુટનો દિવ્ય શણગાર કરાયો છે. પવિત્ર ધનુર્માસ અંતર્ગત નિમિતે દાદાના સિંહાસનને સ્ટોબેરીના શણગાર સુશોભિત કરવામાં આવ્યો. સાથે જ હનુમાનજી દાદાને સ્ટોબરીનો અન્નકુટ પણ ધરાવવામાં આવશે. દાદાના આ દિવ્ય રૂપના દર્શન કરી હરિભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.
