હવે લોન નહીં ચૂકવો તો બેન્ક તમારો ફોન કરશે લોક
RBIના નવા નિયમ અંગે ચર્ચા, ગ્રાહકોમાં ચિંતાનો માહોલ
નવી દિલ્હી : ભારતીય રિઝર્વ બેન્ક (RBI) લોન વસૂલી સરળ બનાવવા માટે એક નવા નિયમની તૈયારી કરી રહી છે. પ્રસ્તાવિત નિયમ મુજબ જો કોઈ ગ્રાહક ઇલેક્ટ્રોનિક સામાન ખરીદી માટે લીધેલી લોન ચૂકવવામાં નિષ્ફળ જાય તો બેન્ક અથવા નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC) તેના મોબાઇલ ફોનને રિમોટલી લોક કરી શકશે.
પ્રસ્તાવિત પ્રક્રિયા
લોન લેતી વખતે ગ્રાહકના ફોનમાં ખાસ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવવામાં આવશે.
ગૂગલ ડિવાઇસ લોક કન્ટ્રોલર અથવા સેમસંગ ફાઇનાન્સ પ્લસ જેવી એપ્લિકેશનો મારફતે આ સુવિધા કાર્યરત કરવામાં આવશે.
ગ્રાહક ડિફોલ્ટ કરે એટલે કે લોન નહીં ચૂકવે ત્યારે આ એપ્લિકેશન મારફતે મોબાઇલ ફોન લોક કરી શકાય છે.
વિરોધની શક્યતા
વિશેષજ્ઞોના મતે આ નિયમ અમલમાં આવશે તો તેનો ગ્રાહકોમાં ભારે વિરોધ થઈ શકે છે, કારણ કે મોબાઇલ બંધ થવાથી રોજિંદી જીવન પર સીધી અસર પડે છે. હાલમાં RBI આ પ્રસ્તાવ પર ચર્ચા કરી રહ્યું છે, પરંતુ અમલ અંગે અંતિમ નિર્ણય લેવાયો નથી.

