ઘાસીયું જંગલ એટલે ભાવનગર જિલ્લાનું કાળિયાર અભ્યારણય, જ્યાં એક સમયે ભાવનગરમાં મહારાજાઓ પાળેલા ચિતાઓને છુટા મૂકીને તેનો શિકાર કરતા હતા. આઝાદી બાદ આ રાષ્ટ્રીય અભ્યારણય છે. જ્યાં લુપ્ત થતું Laser Florican એટલે જેને ગુજરાતીમાં ખડમોર અને ટીલોર પણ કહેવામાં આવે છે, તેનું પ્રજનન કેન્દ્ર શરૂ કરાયું છે. આ પક્ષીને વીડિયોમાં નિહાળો અને તેના વિશે જાણો આ અહેવાલમાં ભાવનગર જિલ્લાના કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં ભારતનું એક લુપ્ત થતું પક્ષી આજે પણ પ્રજનન માટે આવી પહોંચે છે. આ પક્ષી માદાને આકર્ષવા કુદકો એક માણસની ઊંચાઈ કરતા વધુ બેઠા બેઠા લગાવતો હોય છે. ભાવનગરના કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન દ્વારા લુપ્ત થતા પક્ષીની પ્રજાતિને સાચવી રાખવા માટે પ્રજનન કેન્દ્ર પણ શરૂ કર્યું છે. છેલ્લા 5 વર્ષમાં સફળતા પણ મળવા પામી છે.ભાવનગર અમદાવાદ ટૂંકા માર્ગ ઉપર અધેલાઈ નજીક આવેલું કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાળિયાર હરણની સાથે અનેક પશુઓ અને પક્ષીઓ જોવા મળે છે, ત્યારે લેસર ફ્લોરીકન જેને ગુજરાતીમાં ખડમોર અને ટીલોર પણ કહેવામાં આવે છે. ખડમોર એ ઘોરાડ (બસ્ટર્ડ) કુળનું સ્થાનિક પક્ષી છે. જે ચોમાસાની ઋતુમાં વેળાવદરમાં પ્રજનન માટે આવે છે. તેની ખાસિયત એ છે કે નર માદાને આકર્ષવા માટે દોઢથી બે મીટર સુધી ઊંચા કૂદકા મારે છે.ઓગસ્ટના અંત સુધીમાં માદાને રીઝવવા નર દિવસમાં આશરે 500 વાર પ્રણયચેષ્ટા કરતું હોય છે. ચોમાસા બાદ આ પક્ષી સ્થળાંતર કરે છે અને દક્ષિણ પૂર્વ દિશા તરફ ફરી પ્રયાણ કરતું હોય છે. આ પક્ષીને ઊંચા અને ગાઢ ઘાસવાળા વિસ્તારમાં પ્રણય કરવું અને માળો બાંધવું વધુ પસંદ હોય છે. જો કે આ પક્ષી સર્વભક્ષી છે એટલે ખોરાક ગમે તે આરોગતા હોઈ છે.ભાવનગર જિલ્લાના છેવાડે આવેલું કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ભારતમાં લુપ્ત થતા એક પક્ષી માટેનું પ્રજનનનું સ્થળ પણ છે. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના ACF નિલેશ જોષીએ જણાવ્યું કે, “કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન 34 કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે, જે સમગ્ર વિસ્તાર ઘાસીયો વિસ્તાર છે. લેસર ફ્લોરીકન છે એ ચોમાસાની સિઝનમાં જુલાઈથી ઓક્ટોબર મહિના સુધી એના પ્રજનન માટે મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્રના વિસ્તારમાંથી દર વર્ષે આવે છે. લેસર ફ્લોરીકનના ઓબ્ઝર્વેશન માટે 7 વ્યક્તિઓની એક ટીમ પણ બનાવવામાં આવેલી છે.લેસર ફ્લોરીકનની વસ્તી ભારતમાં ખૂબ ઓછી છે. નિલેશ જોષીએ જણાવ્યું કે, “ફ્લોરીકની વસ્તી ખૂબ ઓછી હોય અને ભારતમાં લુપ્ત થવાના આરે હોવાને પગલે એ બાબતને ધ્યાનમાં રાખી વેળાવદર ખાતે લેસર ફલોરીકન બ્લીડીંગ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં આગળની જનરેશન માટે 16 બચ્યા ઉપલબ્ધ છે, અને આ વર્ષે 2 ઈંડા રેવન્યુ વિસ્તારમાંથી મળી આવ્યા છે. તેને બ્લીડીંગ (પ્રજનન) સેન્ટરમાં વેટરનરી ડોક્ટરના ઓબ્ઝર્વેશન નીચે રાખવામાં આવ્યા છે.નિલેશ જોષીએ કે, “લેસર ફ્લોરીકન બ્લીડીગ સેન્ટર 2020માં પ્રાયોગિક ધોરણે નાના રૂમમાં શરૂ કરવામાં આવેલું હતું. જેમાં 2 વર્ષ શરૂ કરાયેલું ત્યારબાદ ગોડાઉન રીપેર કરાવી 2021માં, ત્યાં શિફ્ટ કરી શરૂ કરવામાં આવ્યું છે. લેસર ફ્લોરીકન સેન્ટરમાં જે રેવન્યુ વિસ્તારમાં જ્યાં પાણી ભરાતું હોય કે સાપના લીધે ઈંડાને નુકસાન પામતા હોય આવું ઓબ્ઝર્વેશન કરી ખેતરમાંથી જે માળો મળે તેને બ્લીડીંગ સેન્ટરમાં લાવવામાં આવે છે.કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના ACF નિલેશ જોષીએ જણાવ્યું કે, “આવા કુલ 2020 થી અત્યાર સુધીમાં 48 ઈંડા મળેલા તેમાંથી 16 બચ્ચા હાલ સારી અવસ્થામાં સેન્ટરમાં રાખવામાં આવેલા છે. સેન્ટરમાં વેટરનરી ડોક્ટર રાખવામાં આવે છે. આ સાથે સ્ટાફ છે, તેનો જે ખોરાક છે તો બટેટા રાખી પ્રક્રિયા 4 મહિનાની કરીએ છીએ. તેનો ખોરાક તેના પૂરો પાડવામાં આવે છે. લેસર ફ્લોરીકન લુપ્ત થવાના આરે હોય ત્યારે તેની કાળજી લેવાનું કામ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કરી રહ્યું છે.
95
previous post

