શહેર અને જિલ્લામાં જમીન સંબંધિત વિવિધ નિર્ણયો સામે ખેડૂતોમાં અસંતોષ વ્યાપી રહ્યો છે. આજ રોજ નવસારીના ઘાંચી પંચની વાડી ખાતે જિલ્લાભરના સેંકડો ખેડૂતો એકઠા થયા હતા, અને ગુજરાત ખેડૂત સમાજ તથા જિલ્લા કક્ષાના ખેડૂત સંગઠનોના માર્ગદર્શન હેઠળ એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ખેડૂતો અને હળપતિ સમાજના અનેક અસરગ્રસ્તોએ પોતાના ધરમો ભરેલા અવાજે પડકારો મુકી, જેમાં મુખ્ય પાંચ મુદ્દાઓએ ગંભીર ચર્ચા થઈ હતી. શહેરના વિકાસના નામે ખેડૂતો પાસેથી જમીન લઈ તેનું 60% ભાગ સરકાર તરફથી જપ્ત કરી લેવામાં આવે છે, અને બાકીની જમીનના ફાળામાં લાખો રૂપિયા લેવામાં આવે છે. પ્રશ્ન ઊભો થયો કે જ્યારે જમીન આપી છે, ત્યારે વિકાસના નામે ઉલટા ખેડૂતો પાસેથી રૂપિયા કેમ વસૂલવામાં આવે? નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (NUDA) હેઠળ નવસારી અને જલાલપોર તાલુકાના કુલ 77 ગામોનો સમાવેશ કરાયો છે. જેમાં ખેડૂતોની કિંમતી ખેતીલાયક જમીન વિકાસના બહાને 60/40ના રેશિયોમાં લેવામાં આવશે, જે ખેડૂત પરિવારોના જીવનયાપન પર સીધો પ્રહાર છે.જલાલપોર વિસ્તારમાં પાવર ગ્રીડની લાઈનો નાખી દેવામાં આવી છે. ટાવરો ઉભા થઈ ગયા છે અને કેટલીક જગ્યાએ લાઈનો કાર્યરત પણ થઈ ગઈ છે. છતાં આજે સુધી ખેડૂતોને વળતર મળ્યું નથી. વળી વળતર નક્કી પણ થયું નથી, પરિણામે ખેડૂતોએ જમીનમાં પ્રવેશ અટકાવવાનો ઈન્કાર કર્યો છે.સ્વામિત્વ યોજનામાં જે જમીન લોકોને વર્ષોથી રહેઠાણ માટે આપવામાં આવી છે (ઘરવાડા), તે જમીનનો પણ અધિકાર મળવો જોઈએ, એવી ખેડૂતોની સ્પષ્ટ માંગણી રહી છે.સતત વિકાસના પ્રોજેક્ટોમાં જમીન ગુમાવતા ખેડૂતોના હાથમાં જમીન રહી પણ કે નહીં એનો ભય વધી રહ્યો છે. જે બાળકોને વારસામાં આપવાનું હોય તે ધરતી, હવે પથ્થરોથી બંધાઈ રહી છે.સભા બાદ ખેડૂતોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી, કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા. અહીં તેમણે પહેલા નાયબ ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું, અને ત્યારબાદ અધિક કલેક્ટર સમક્ષ પોતાની માંગો સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોએ કલેક્ટર સમક્ષ 1 કલાકનો સમય માંગ્યો હતો અને જિલ્લાની સંકલન સમિતિમાં પોતાની રજૂઆત માટે મોકો આપવા માંગ કરી હતી. સભા બાદ ખેડૂતોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી, કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા. અહીં તેમણે પહેલા નાયબ ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું, અને ત્યારબાદ અધિક કલેક્ટર સમક્ષ પોતાની માંગો સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોએ કલેક્ટર સમક્ષ 1 કલાકનો સમય માંગ્યો હતો અને જિલ્લાની સંકલન સમિતિમાં પોતાની રજૂઆત માટે મોકો આપવા માંગ કરી હતી.
105
previous post

