આગામી 1લી સપ્ટેમ્બરથી માણાવદરમાં પૂર્વ ધારાસભ્ય અને કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા દ્વારા બેરોજગારીના મુદ્દે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક પૂર્વે માણાવદરના વર્તમાન ભાજપ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા પર ગંભીર આક્ષેપો કર્યા છે. લાડાણીએ આરોપ લગાવ્યો છે કે ચાવડાએ બેરોજગારી ફેલાવવામાં ભૂમિકા ભજવી છે અને સહકારી સંસ્થાઓના નાણાંનો દુરુપયોગ આગામી 1લી સપ્ટેમ્બરથી જુનાગઢની માણાવદર વિધાનસભા બેઠક પર બેરોજગારી આંદોલનની શરૂઆત થવા જઈ રહી છે. આ આંદોલન પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાની ઉપસ્થિતિમાં શરૂ થશે. જોકે, આ પહેલાં માણાવદરના વર્તમાન ભાજપ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ચાવડા પર ગંભીર આરોપ લગાવ્યા છે. માણાવદરના ભાજપ ધારાસભ્ય અરવિંદ લાડાણીનો દાવો છે કે ચાવડાએ પાછલા 35 વર્ષથી માણાવદરમાં બેરોજગારી વધારવાનું કામ કર્યું છે. તેમણે વધુમાં આરોપ મૂક્યો કે ચાવડાના કારણે માણાવદર માર્કેટિંગ યાર્ડ અને એક સમયે સમૃદ્ધ 150 જિનિંગ મિલો બંધ થઈ, જેના કારણે સ્થાનિક લોકોની રોજગારી છીનવાઈ ગઈ.અરવિંદ લાડાણીએ જવાહર ચાવડાને પડકાર ફેંક્યો છે કે તેઓ જુનાગઢ ખાતેની ડૉ. સુભાષ યુનિવર્સિટીમાં સ્થાનિક લોકોને કેટલી રોજગારી આપી તેના આંકડા જાહેર કરે. ભાજપ સરકારે આ યુનિવર્સિટીને સ્વતંત્ર યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો છે, પરંતુ લાડાણીનો આરોપ છે કે ચાવડાએ 35 વર્ષ સુધી ધારાસભ્ય અને રાજકીય આગેવાન તરીકે કામ કર્યું, છતાં રોજગારીના મુદ્દે કોઈ નોંધપાત્ર કામગીરી કરી નથી.1લી સપ્ટેમ્બરથી જવાહર ચાવડા જુનાગઢ લોકસભા બેઠક પર બેરોજગારીના મુદ્દે સંમેલનો અને આંદોલનની શરૂઆત કરશે. આ સંમેલનમાં તેઓ માણાવદર ખાતે હાજર રહીને અરવિંદ લાડાણીના આક્ષેપોનો જવાબ આપશે. ચાવડાએ જણાવ્યું છે કે તેઓ બેરોજગારોને ન્યાય અને રોજગારી મળે તે માટે સમગ્ર જુનાગઢ લોકસભા બેઠક પર આંદોલન યોજશે અને આ મુદ્દે પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે.
32
previous post

